ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે જ્યા રોહિત શર્માની કેપ્ટન્સી ધરાવતી ટીમ જોસ બટલરની ટીમ વિરૂદ્ધ ટી-20 સીરિઝ રમી રહી છે. ભારત આ અઠવાડિયાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં સાત વિકેટે હારી ગયુ હતુ પરંતુ રમતના સૌથી નાના ફોર્મેટમાં ટીમે જીત મેળવી હતી. ભારતે સાઉથેમ્પટનમાં પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 50 રને હરાવ્યું હતું. કોવિડ-19ને કારણે રોહિત શર્માએ પાંચમી ટેસ્ટની બહાર થવુ પડ્યુ હતુ પરંતુ હવે તે વાપસી કરી ચુક્યો છે.
ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓએ ઇજાનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરમાં રોહિત શર્માને હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ હતી જ્યારે દીપક ચહર પણ ઇજાને કારણે આઇપીએલની બહાર રહ્યો હતો. કેએલ રાહુલ સ્પોર્ટ્સ હર્નિયાનો શિકાર છે. આ પહેલા રાહુલ પણ હેમસ્ટ્રિંગની સમસ્યા સામે ઝઝુમી રહ્યો હતો. હવે સુનીલ ગાવસ્કરે કહ્યુ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ શોધવુ જોઇએ કે આટલી હેમસ્ટ્રિંગની સમસ્યા કેમ સામે આવી રહી છે.
સુનીલ ગાવસ્કરે કહ્યુ, ઇજા ક્યારેય પણ થઇ શકે છે. તમે દુનિયાના સૌથી ફિટ ખેલાડી હોઇ શકો છો અને ઇજા પણ થઇ શકે છે. આ રમતની પ્રકૃતિ છે. તમે 100 ટકા નિશ્ચિત નથી થઇ શકતા. આદર્શના રૂપથી તમે ઇચ્છો કે તે દરેક વખત ભારત માટે સિદ્ધિ હોય. જો તમે કાર્યભાર જુવો છો તો તમે તેને કેટલીક મેચ ના રમવા માટે કહી શકો છો પરંતુ જ્યારે તમે પોતાના દેશ માટે રમવા માંગો છો તો તમે દરેક મેચ રમવા માંગો છો. આ સમ્માન વિશે છે.
ગાવસ્કરે કહ્યુ, રોહિત શર્માના મામલે કોરોના હતો અને આ ક્યારેય પણ થઇ શકે છે પરંતુ મને લાગે છેકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વાત પર ધ્યાાન આપવુ જોઇએ કે ખેલાડીઓને હેમસ્ટ્રિંગની આટલી ઇજા કેમ થઇ રહી છે. બોલને રોકવાના પ્રયાસ કરતા સમયે તમને ઘૂંટણમાં ઇજા થઇ શકે છે પરંતુ ભારતીય ખેલાડી હેમસ્ટ્રિંગની ઇજા સામે કેમ ઝઝુમી રહ્યા છે? આ એક એવી વસ્તુ છે જેના પર બોર્ડે વિચાર કરવો જોઇએ.
હેમસ્ટ્રિંગની ઇજા એક ખેલાડીમાં ફિટનેસની સમસ્યાનો સંકેત છે. બીસીસીઆઇએ ફિટનેસના આધાર પર પસંદગી માટે ઉચ્ચ માનક સ્થાપિત કર્યા છે, માટે ગાવસ્કરે ભારતીય ખેલાડીઓમાં હેમસ્ટ્રિંગની ઇજામાં વૃદ્ધિ પર ધ્યાન આપ્યુ. એક બે મહિનામાં કોઇને કોઇ ખેલાડી આ સમસ્યાથી પરેશાન જોવા મળે છે.