ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પોતાના 50માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. દાદાના નામથી જાણીતા ગાંગુલી આ સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ છે. તે પહેલા ભારતીય ટીમની કેપ્ટન્સી કરતા હતા અને હવે ભારતીય બોર્ડની અધ્યક્ષતા કરતા દેશના ક્રિકેટને આગળ લઇ જવામાં યોગદાન આપી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ જ વિદેશમાં ભારતીય ટીમને જીતતા શીખવાડી છે.
ગાંગુલીએ પોતાની ક્રિકેટ કરિયરમાં કેટલાક રેકોર્ડ તોડ્યા છે અને બનાવ્યા છે. તે મેદાન પર પોતાની રમત રમતા હતા. આ સિવાય સાથી ખેલાડી સાથે મોટી પાર્ટનરશિપ માટે પણ જાણીતા હતા.
વન ડે ક્રિકેટમાં કોઇ પણ વિકેટ માટે કોઇ એક ખેલાડી સાથે પાર્ટનરશિપ કરતા જો કરિયરમાં સૌથી વધુ રન બનાવવાની વાત હોય કે પછી કોઇ એક ખેલાડી સાથે ભાગીદારી કરતા સૌથી વધુ સદી ફટકારવાની વાત હોય, દરેક મામલે ગાંગુલી જ ટોપ પર છે.
ગાંગુલી-સચિનની તોડીએ બનાવ્યા છે સૌથી વધારે રન
મહત્વપૂર્ણ છે કે સૌરવ ગાંગુલીએ પોતાની કરિયરમાં સચિન તેંડુલકર સાથે સૌથી વધુ રન અને સૌથી વધુ સદીની ભાગીદારી કરી છે. બન્નેએ મળીને 176 વન ડે મેચ રમી છે જેમાં વિશ્વમાં સૌથી વધુ 8227 રનની ભાગીદારી કરી છે. તે બાદ બીજા નંબર પર શ્રીલંકન મહિલા જયવર્ધને અને કુમાર સંગાકારાની જોડી છે જેમણે 5992 રન બનાવ્યા છે. અહી પણ ગાંગુલી-સચિન ઘણા આગળ છે.
સદી મામલે પણ ગાંગુલી-સચિન ટોપ પર
આ સિવાય કોઇ પણ વિકેટ માટે સૌથી વધુ સદીની પાર્ટનરશિપની વાત કરીએ તો અહી પણ ગાંગુલી અને સચિનની જોડી ટોપ પર છે. આ બન્નેએ પાર્ટનરશિપ કરતા 176 વન ડે મેચમાં 26 સદી ફટકારી છે.
તે બાદ આ યાદીમાં બીજા નંબર પર શ્રીલંકાના તિલકરત્ને દિલશાન અને કુમાર સંગાકારાની જોડી છે. જેમણે મળીને 20 સદી ફટકારી છે. અહી પણ ગાંગુલી-સચિન ઘણા આગળ છે.