વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વન ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
વન ડે ટીમમાં કેટલાક નામની વાપસી થઇ છે જેમાં સંજૂ સેમસન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ જેવા નામ સામેલ છે. જ્યારે ઇશાન કિશન અને શુભમન ગિલને પણ આ સીરિઝમાં તક આપવામાં આવી છે.
17 સભ્યોની ટીમમાં રોહિત-કોહલીને આરામ
બીસીસીઆઇએ વેસ્ટ ઇન્ડીઝમાં ત્રણ વન ડે મેચની શ્રેણી માટેના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જે જાહેરાત કરી છે તેમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 17 સભ્યોની ટીમમાં રોહિત શર્મા, રિષભ પંત, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી જેવા મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
સંજુ સેમસનની ટી-20 પછી વન ડેમાં પણ વાપસી થઇ છે. શુભમન ગિલને પણ વન ડે ટીમમાં તક આપવામાં આવી છે. શુભમન ગિલે અંતિમ વન ડે ડિસેમ્બર 2022માં રમી હતી. દીપક હુડ્ડા પર સિલેક્ટર્સે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ટી-20માં સારા પ્રદર્શન બાદ વન ડે ટીમમાં પસંદગી થઇ છે. અર્શદીપને પણ ટી-20 પછી વન ડે ટીમમાં જગ્યા મળી છે.
ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ
પ્રથમ વન ડે-22 જુલાઇ, સાંજે 7 વાગ્યે
બીજી વન ડે- 24 જુલાઇ, સાંજે 7 વાગ્યે
ત્રીજી વન ડે- 27 જુલાઇ, સાંજે 7 વાગ્યે
પ્રથમ ટી-20- 29 જુલાઇ
બીજી ટી-20- 1 ઓગસ્ટ
ત્રીજી ટી-20- 2 ઓગસ્ટ
ચોથી ટી-20- 6 ઓગસ્ટ
પાંચમી ટી-20 7 ઓગસ્ટ
અત્યારે વન ડે શ્રેણી માટે જ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ટી-20 સીરિઝ માટે પછી જાહેરાત કરવામાં આવશે. આશા કરવામાં આવી રહી છે કે પાંચ મેચની ટી-20 સીરિઝ માટે સીનિયર ખેલાડીઓની વાપસી થઇ શકે છે કારણ કે ટી-20 વર્લ્ડકપની તૈયારી માટે ઘણી મહત્વની સીરિઝ છે.