ICCએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલથી જોડાયેલા તમામ નિયમોને લઈને એલાન કરી દીધુ છે.
ભારત India અને ન્યુઝીલેન્ડ New Zealand વચ્ચે આગામી 18મી જૂનથી ફાઈનલ મેચ રમાનારી છે.
સાઉથેમ્પંટન માં રમાનારી ફાઈનલ મેચમાં ટકરાનારી બન્ને ટીમો ટેસ્ટ રેન્કીંગમાં વિશ્વમાં ટોચની બે ટીમ છે.
આઈસીસીના ટેસ્ટ ક્રિકેટની વિશ્વકપ કહેવાતી આ ટુર્નામેન્ટ મજેદાર રહેવાની આશા છે.
જે મેચને લઈને આઈસીસીએ તમામ નિયમોની જાણકારી જારી કરી દીધી છે.
જેમાં પ્લેઈંગ કંડીશનથી લઈને રિઝર્વ ડે પણ સામેલ છે,
મેચ ટાઈ કે ડ્રો થવાની સ્થિતીમાં શું થશે તે પણ સ્પષ્ટતા કરી દેવાઈ છે.
ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ ડ્રો કે ટાઈ Draw Or Tie Match થવા પર બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરાશે.
WTC Finalથી જોડાયેલ પ્લેયીંગ કંડીશનને લઈને આઈસીસીનો નિયમ મુજબ આમ પરિણામ રહેશે.
ફાઈનલ મેચ માટે એક દિવસ રિઝર્વ દિવસ રાખવામાં આવેલ છે.
જેનો ઉપયોગ સમય બગડવાની સ્થિતીમાં ઉપયોગ કરવામાં આવશે.
આઈસીસીએ ICC 23 જૂનને રીઝર્વ દિવસ રાખેલ છે.
આ બંને નિયમો પહેલા પણ ટુર્નામેન્ટમાં યથાવત હતા.
રિઝર્વ ડે હોવાને લઈને 5 દિવસની મેચ પુરી રમાશે.
રિઝર્વ ડેના ઉપયોગ માટેનો આખરી નિર્ણય 5માં દિવસની રમતના અંતિમ કલાક દરમ્યાન લેવાશે.
જો પાંચ દિવસની રમત પુરી થયા બાદ પણ પરિણામ નથી આવતુ તો રિઝર્વ ડે નહીં મળી શકે.
આવી સ્થિતીમાં મેચ ડ્રો જાહેર કરવામાં આવશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC Final મેચ ગ્રેડ 1 ડ્યૂક ક્રિકેટ બોલ વડે રમાડવામાં આવશે.
શોર્ટ રનના મામલામાં થર્ડ અંપાયર ફિલ્ડ અંપાયરના કોલ પર રિવ્યૂ કરી શકે છે.
તેમની સાથે વાત કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268