ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માં નિષ્ફળ રહી. તેની હારના કારણો શોધવાની શરુઆત પરિણામ સાથે જ થઇ હતી. છેલ્લા બે વર્ષ થી ટીમ ઇન્ડીયા મહેનત કરી રહી હતી, જેની પર પાણી ફરી વળ્યુ. કારણ કે અંતમાં ઝાકમઝોળ તેની જ રહે છે, જેના માથે તાજ હોય. જે તાજ હાલમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ને માથે સજી ચુક્યો છે. જો કે હવે ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણી પર ફોકસ કરવાનુ છે. જોકે વિરાટ કોહલી એ તેને લઇ કહ્યુ તે ચોંકાવનારુ છે.
પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ cokeની કાચની બે બોટલ હટાવતા કંપનીને 30 હજાર કરોડનું નુકસાન!!
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરુ થવાને હજુ દોઢેક માસનો સમય બાકી છે. 5 ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ 4 ઓગષ્ટે રમાનાર છે. આવામાં પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીથી સવાલ થયો હતો, કે તેમની ટીમ ઇંગ્લેન્ડ સામે સિરીઝ પહેલા કાઉન્ટી મેચ રમશે ? આ સવાલના જવાબ પર ભારતીય ટીમના કેપ્ટન કોહલીનો જવાબ થોડો આશ્વર્યજનક રહ્યો. કારણ કે તેનો જવાબ સાંભળીને લાગે છે તે, ઇંગ્લેન્ડમાં તેમની માંગને પુરી કરવામાં નથી આવી.
ટીમ ઇન્ડીયા ઇંગ્લેન્ડ પ્રવાસ 87 દિવસો માટે કરી રહી છે. જેમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ના દિવસો વિતી ચુક્યા છે. આવામાં લાગી રહ્યુ છે કે, ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતરતા પહેલા અભ્યાસ મેચ રમશે. પરંતુ વિરાટ કોહલીને સાંભળવા બાદ હવે આવી કોઇ પણ પ્રેકટીશ મેચની આશા ધૂંધળી લાગી રહી છે. જો કે હવે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ સમાપ્ત થઇ ચુકી છે.વિરાટ કોહલી નું કેહવું હતુ કે, અમને તેની ખબર નથી. તે અમારી પર નિર્ભર નથી કરતુ . અમે ફર્સ્ટ ક્લાસ મેચોની માંગ કરી હતી. જોકે તે અમેને ઉપલબ્ધ કરાવવામા આવી નહોતી. મને નથી ખબર કે કારણ શુ છે ? અમારી પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે પૂરતો સમય હતો. અમારી પૂરી ટીમ આ માટે તૈયાર હતી.
. ટીમ ઇન્ડીયા સાઉથમ્પટનમાં આઇસીસીના બાયોબબલ થી મુક્ત થશે. મીડિયા રિપોર્ટસ મુજબ ભારતીય ટીમ હવે 3 સપ્તાહ સુધી ઇંગ્લેન્ડમાં રજાઓ મનાવશે. ત્યાર બાદ ફરી વાર ટીમ નોટીંધમમાં એકઠી થશે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝને લઇને પોતાની તૈયારીઓની શરુઆત એ સાથે જ કરશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268