ન્યુઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલમાં ભારતીય ટીમે હાર સહી હતી. જેને લઇ ભારતીય ટીમ ખૂબ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ફાઇનલ મેચમાં ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ ચેતેશ્વર પુજારા નુ પ્રદર્શન બંને ઇનીંગમાં ખરાબ રહ્યુ હતુ. જેને લઇને તેની બેટીંગ પર સતત સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કરએ તેનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું હાર માટે ફક્ત પુજારાને દોષ દેવો યોગ્ય નથી.
શ્રીલંકા પ્રવાસને શિખર ધવને ગણાવ્યો ખાસ , યુવા ખેલાડીઓ માટે કહી મહત્વની વાત
મીડિયા રિપોર્ટસ મુજબ ગાવાસ્કરે કહ્યુ, આપણે યાદ રાખવુ જોઇએ કે, ન્યુઝીલેન્ડ એ કેવા પ્રકારની બેટીંગ કરી હતી. પરિસ્થિતીઓ બેટીંગના મુજબ સહેજ પણ નહોતી, બોલરોની મદદગાર હતી. જે રીતે ડેવોન કોન્વે અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન એ બંને ઇનીંગમાં બેટીંગ કરી. તેમના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. તેમણે કહ્યુ રોઝ ટેલર એ પણ ધીમી શરુઆત બાદ જે રીતે બેટીંગ કરી, તે પણ આપણે યાદ રાખવુ જોઇએ તેણે પણ પુજારાની માફક બેટીંગ કરી હતી. ધીમી શરુઆત કરી, પરંતુ તમે પુજારા પર આંગળી ઉઠાવવા ઇચ્છો છો, તો અમે કંઇ નથી કહી શકતા.
ભારત ને હવે ચાર ઓગષ્ટ થી ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ચેતેશ્વર પુજારાને પ્લેયીંગ ઇલેવનથી બહાર રાખવા પર વિચાર કરી રહી છે. તેના સતત ફ્લોપ થવાને લઇને વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે પર દબાણ વધી જાય છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પુજારાના સ્થાને કેએલ રાહુલ અથવા હનુમા વિહારીને સામેલ કરવા પર વિચાર કરી રહ્યો છે. આ ઉપરાંત કોહલીને બેટીંગમાં નંબર 3 પર પ્રમોટ કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં તે ટેસ્ટમાં 4 નંબર પર રમી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને જાણવા જેવું, ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268