કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.
કેટલાક દિવસો પેહલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા બંનેએ કોરોના સામે લડવાનો નિર્ણય કર્યો હતો.
બંનેએ પોતાની જાતથી શરૂઆત કરી. જેના પગલે, આ બંનેએ 2 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ત્યારબાદ બંનેએ મદદની અપીલ કરી હતી. થોડા જ દિવસોમાં વિરુષ્કાની અપીલને લોકોએ સારી રીતે સ્વીકારી છે.
Anushka and I have started a campaign on @ketto, to raise funds for Covid-19 relief, and we would be grateful for your support.
Let’s all come together and help those around us in need of our support.
I urge you all to join our movement.
Link in Bio! 🙏#InThisTogether pic.twitter.com/RjpbOP2i4G
— Virat Kohli (@imVkohli) May 7, 2021
આ કોરોના સામેની લડત માટે અત્યાર સુધીમાં 11 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત એકત્ર થયેલ નાણાંનો ઉપયોગ કોરોના સામે લડવા માટે કરવામાં આવશે.
વિરુષ્કાએ શરૂઆતમાં કેટોના સહયોગથી 7 કરોડ રૂપિયા એકત્ર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે તે રકમથી વધુ રકમ એકઠી થઈ ગઈ છે.
વિરુષ્કાની અપીલ બાદ, એમપીએલ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા 5 કરોડની સહાય પણ આપવામાં આવી છે.
વિરુષ્કાએ છેલ્લા 2 વર્ષમાં વિવિધ સામાજિક કાર્યો માટે રૂ. 5 કરોડની આર્થિક સહાય પૂરી પાડી છે.
વિરુષ્કાએ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 3 કરોડ રૂપિયા દાન આપ્યા હતા. તો આ વખતે બંનેએ 2 કરોડની સહાયની જાહેરાત કરી.
થોડા દિવસો પહેલા સહાયની ઘોષણા કરતા કોહલીએ કહ્યું હતું કે, “આપણો દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ પરિસ્થતિમાં આખા દેશે એક થવાની અને લોકોની સહાયતા કરવાની જરૂર છે. ઘણા લોકો છેલ્લા 2 વર્ષોથી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. અમે પણ આ મહામારીના પીડિત છીએ.”