ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરમાં ત્રીજી વન ડે મેચમાં ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 119 રનથી હરાવ્યુ હતુ. આ રીતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યુ હતુ. ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરનારા શિખર ધવને કહ્યુ કે ટીમ ઘણી યુવા છે પરંતુ તે અનુભવી ખેલાડીની જેમ રમ્યા. મેદાન પર તેમણે મુશ્કેલીમાંથી બહાર આવતા શીખી લીધુ છે. જોકે, આ શાનદાર જીત બાદ પણ ‘ગબ્બર’ એટલે કે કેપ્ટન શિખર ધવન ખુશ નહતો.
શિખર ધવન આ વાતનો ખેદ રહ્યો છે શુભમન ગિલ બે રનથી પોતાની સદી ચુકી ગયો. ગિલ 98 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે વરસાદને કારણે રમતને રોકવી પડી હતી અને ભારતની ઇનિંગ ત્યા જ સમાપ્ત થઇ હતી. આ રીતે શુભમન ગિલ અણનમ 98 રન બનાવીને પરત ફર્યો હતો.
ખુદના પ્રદર્શનથી પણ ખુશ છે ગબ્બર
મેચ બાદ ધવને કહ્યુ, મે અનુભવ કર્યો કે ટીમ ઘણી યુવા છે પરંતુ તે અનુભવી ખેલાડીની જેમ રમ્યા. મેદાન પર તેમણે મુશ્કેલીમાંથી બહાર આવતા શીખી લીધુ છે. આ અમારી માટે પણ સારી વાત છે. હું પોતાના ફોર્મથી થોડો ખુશ છું. હું આ ફોર્મેટમાં ઘણા લાંબા સમયથી રમી રહ્યો છું, હું પોતાના પ્રદર્શનથી ખુશ છુ.
શુભમન ગિલની ઇનિંગ જોવા લાયક હતી
ગિલ પર વાત કરતા શિખર ધવને કહ્યુ, જે રીતે શુભમન ગિલે 98 રનની ઇનિંગ રમી, તે જોવા લાયક હતી. બાકી યુવાઓએ પણ જે રીતની રમત બતાવી તે પણ અદભૂત હતી. ગિલ માટે ખરાબ લાગે છે પરંતુ ક્રિકેટમાં આવુ કેટલીક વખત થાય છે. જે રીતે તેને ઇનિંગ રમી તે પ્રશંસાને પાત્ર હતી. ટીમના બોલર સિરાજ, અક્ષર, ચહલ અને શાર્દુલે પણ પોતાનું 100 ટકા યોગદાન આપ્યુ છે.
શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. ગિલે ત્રીજી વન ડે મેચમાં 98 રન બનાવવાની સાથે આખી સીરિઝમાં 208 રન બનાવ્યા હતા.