ભારતે વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરમાં પાંચ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં 68 રને હરાવ્યું હતું. જીતના હીરો દિનેશ કાર્તિક રહ્યો હતો. આ મેચમાં દીપક હુડ્ડાને બહાર બેસાડીને શ્રેયસ અય્યરને તક આપવામાં આવી હતી. મેચમાં અય્યર 4 બોલમાં કોઇ રન બનાવી શક્યો નહતો અને 0 રનમાં આઉટ થયો હતો.
દિનેશ કાર્તિકે 19 બોલમાં 2 સિક્સર સાથે 4 ફોરની મદદથી અણનમ 41 રનની ઇનિંગ રમી હતી. જીત બાદ પણ પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત નારાજ જોવા મળ્યો હતો. શ્રીકાંતની નારાજગીનું કારણ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા હતા, જેમણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દીપક હુડ્ડાને બહાર બેસાડ્યો હતો અને તેની જગ્યાએ શ્રેયસ અય્યરનો પ્લેઇંગ-11માં સમાવેશ કર્યો હતો.
ટી-20માં ઓલરાઉન્ડર જ સારા
પૂર્વ ભારતીય સિલેક્ટર શ્રીકાંત અને પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા બ્રોડકાસ્ટર ફૈન કોડ સાથે વાત કરતા હતા. આ દરમિયાન શ્રીકાંતે કહ્યુ, હુડ્ડા ક્યાં છે? તે ટી-20 સાથે વન ડેમાં પણ શાનદાર ખેલાડી છે. તે એવો ખેલાડી છે જે તેને ટીમમાં હોવુ જોઇએ. ટી-20 ક્રિકેટમાં તમારે આ સમજવાની જરૂર છે કે તમારે ઓલરાઉન્ડર જોઇએ. બેટિંગ કે બોલિંગ, વધુમાં વધુ ઓલરાઉન્ડર હોય, આ તમારી માટે બરાબર નથી.
ઓઝાના જવાબ પર ભડક્યો શ્રીકાંત
જેની પર ઓઝાએ કહ્યુ, રાહુલ ભાઇનું માનવુ છે કે જો કોઇ ખેલાડી તમારી માટે પરફોર્મ કરે છે તો તેને સપોર્ટ કરો, તે બાદ બીજા ઓપ્શન પર જાવો. અહી શ્રીકાંતે ઓઝાને ટોકતા કહ્યુ, રાહુલ દ્રવિડનો વિચાર અમારે ના જોઇએ, તમારો વિચાર જોઇએ અત્યારે જોઇએ આપો.
અહી ઓઝા થોડો હસ્યો અને શ્રીકાંતના સવાલ પર કહ્યુ, હુડ્ડા તો હોવો જોઇએ, બિલકુલ હુડ્ડા. જેની પર ફરી શ્રીકાંત કહે છે, બસ, ખતમ.
દીપક હુડ્ડાએ ટી-20માં સદી ફટકારી હતી
મહત્વપૂર્ણ છે કે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં દીપક હુડ્ડાને બહાર બેસાડીને શ્રેયસ અય્યરને તક આપવામાં આવી છે. આ મેચમાં અય્યર કોઇ રન બનાવી શક્યો નહતો અને ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો હતો. આ વર્ષે દીપક હુડ્ડાએ અત્યાર સુધી 4 ટી-20 મેચમાં 68.33ની એવરેજથી 205 રન બનાવ્યા છે જેમાં એક સદી પણ સામેલ છે. જ્યારે શ્રેયસ અય્યરે આ વર્ષે 10 ટી-20 ઇનિંગમાં ત્રણ અડધી સદી સાથે 351 રન બનાવ્યા છે.