તાજેતરમા આયોજિત થયેલી રાજય કક્ષાની ખેલ મહાકુંભ ની જુદી જુદી સ્પર્ધામા ડાંગ જિલ્લાની 3 શાળાઓએ ઉત્કૃસ્ટ દેખાવ કરીને, ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. બીલીઆંબા, ગોંડલવિહીર અને જામનવિહિર પ્રાથમિક શાળા, તથા સ.મા.શાળાના ભાઇઓ અને બહેનોની ટીમે અનુક્રમે અંડર-14, અંડર-17, અંડર-14 મા ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ બીલીઆંબા પ્રાથમિક શાળા અને સ.મા.શાળાના બાળકોએ અમરેલી ખાતે યોજાયેલી ખો-ખો ( ભાઇઓ અને બહેનો ) સ્પર્ધામા ભાગ લિધો હતો. તેમાં ડાંગ જિલ્લાની ભાઈઓ ની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યના ચાર ઝોનથી પ્રમાણે ઝોન કક્ષાએથી વિજેતા થયેલી બે ટીમો, એમ કરીને કુલ આઠ ટીમોએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની ખો-ખો રમતમા ભાઈઓએ સતત ચોથા વર્ષે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યું હતું. કોચ રસિક પટેલ તથા વિમલ ગાવિત અને શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. બીલીઆંબા સરકારી માધ્યમિક શાળા અને ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકોએ અંડર-17 ખો-ખો કે જે રમત ગમત સંકુલ લિંમડી જી. સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી તેમાં ડાંગ જિલ્લાની ભાઈઓ ની ટીમે ફાઇનલ મેચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ડાંગ જિલ્લાની ટીમ માં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગઢવી ના 4 ખેલાડીઓની પસંદગી થઈ હતી. આ ટીમે ફાઇનલમા સુરત ગ્રામ્ય ની ટીમને હાર આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બાળકોની આ સિદ્ધિ બદલ સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના શ્રી રાજેશ ગામીત તથા ગાઢવી ના શ્રી રવિન્દ્ર ખૈરડે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોની ટીમમા પ્રાથમિક શાળાના 5 ખેલાડી, બીલીઆંબાના પ્રાથમિક શાળાના 4 ખેલાડી, અને જામનવિહીર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓએ સિલ્વર મેડલ અપાવી જિલ્લાનુ નામ રોશન કર્યું છે.પ્રાથમિક શાળાની ભાઈઓ અને બહેનો ની ટીમને ગોલ્ડ તથા સિલ્વર મેડલ મળતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા, તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે, અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેને તથા રમતગમત અધિકારીએ બાળકોની આ સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો