પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સંજય માંજરેકર પોતાના અવનવા નિવેદનો દ્રારા ચર્ચામાં રહે છે. તે ખાસ કરીને ભારતીય ખેલાડીઓને પોતાના નિશાન પર લેતા રહે છે. વિશ્લેષક ગણાવીને તેના નાતે તે દિગ્ગજ ખેલાડીઓને લઇને નિવેદનો કરે છે. જે બાદમાં દેશ અને વિદેશમાં ચર્ચાનો એક મુદ્દો બની જાય છે. હાલમાં જ એક ચેટ લીક થઇ છે, જેમાં તેઓ રવિન્દ્ર જાડેજા ને મજાક દ્રારા નિશાન બનાવી રહ્યા છે. જે લીક ચેટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.એક સોશિયલ મીડિયા યુઝરે માંજરેકરની ચેટને શેર કરી દીધી છે. સૂર્યનારાયરણ નામના એક યુઝરે ટ્વીટ કરતા લખ્યુ હતુ, હું આ વ્યક્તિગત ચેટ ને સાર્વજનીક રુપે જારી કરવા માંગતો નહોતો. ભલે તે બકવાસ થી ભરેલુ હોય.
વર્ષ 2019માં માંજરેકરે જાડેજાને વન ડે ફોર્મેટ માટે અયોગ્ય ખેલાડી તરીકે ગણાવ્યો હતો. એટલે કે યોગ્ય ખેલાડી તરીકે યોગ્ય માપદંડ તે પૂરા નહી કરતો હોવાનો ગણાવ્યો હતો. જાડેજાને ટેસ્ટ ફોર્મેટ બોલર ગણાવ્યો હતો. માંજરે કરે તે વખતે કહ્યુ હતુ કે, હું બિટ્સ એન્ડ પીસ ખેલાડીઓનો ખૂબ મોટો પ્રશંસક નથી. જે 50 ઓવર ની ક્રિકેટમાં જાડેજા છે. ટેસ્ટ મેચમાં તે ફક્ત એક બોલર છે. જોકે 50 ઓવરની ક્રિકેટમાં, મારી પાસે એક બેટ્સમેન અને એક સ્પિનર હોવો જોઇએ.વળતા જવાબમાં જાડેજાએ માંજરેકરને પણ સંભળાવી દીધુ હતુ. જાડેજાએ ટ્વીટ કરીને કહ્યુ, તો પણ મેં તમારા દ્રારા રમાયેલી મેચોની સંખ્યા કરતા બે ગણી રમત રમી છે, અને હું હજુ પણ રમી રહ્યો છુ. તે લોકોનુ સન્માન કરતા શિખો, જેઓએ મેળવ્યુ છે.
મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 7 વર્ષની જેલની સજા,શા માટે મળી ??: જાણો વધુ
યુઝર સૂર્યનારાયણ એ લખ્યુ હતુ કે, માંજરેકર પોતાની બકવાસ વાતોને લઇને ચર્ચામાં રહેવા માંગે છે. તે આર અશ્વિન નો 10 %પણ નથી. જેના બાદ માંજરેકરે પર્સનલ મેસેજ વડે જવાબ આપ્યો હતો. સંજય માંજરેકરે અશ્વિનને પોતાની ઓલ ટાઇમ ગ્રેટ પ્લેયરની લીસ્ટ માંથી બહાર રાખ્યો હતો. જેને લઇને પણ વિવાદ સર્જાયો હતો.સોશિયલ મીડિયા એક યુઝરે માંજરેકરને રવિન્દ્ર જાડેજાએ 2019માં જે રીતે ઝાટક્યો હતો તે વાતને યાદ કરાવી હતી. જે મેસેજ બાદ માંજરેકર ભડક્યો હતો. તેણે લખ્યુ કે, તમે મારાથી એવી આશા રાખો છો કે, તમારી માફક હું પણ ખેલાડીઓની પૂજા કરુ. હું ફેન નથી એનાલીસ્ટ છુ અને રવિન્દ્ર જાડેજાને અંગ્રેજી નથી આવડતી તો તેને એ વાતનો મતલબ જ નહોતો ખબર. જે મે તેને કહ્યો હતો અને કોઇ એ વર્બલ ડાયરિયા શબ્દનો મતલબ પણ તેને નહી બતાવ્યો હોય. માંજરેકરે તે વખતે જાડેજાને બિટ્સ એન્ડ પીસ ક્રિકેટર કહ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268