ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ચોથો મેચ રાજકોટમાં 17 જૂનના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાની છે. 15 જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, ગાંઠિયા-જલેબી, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો સ્વાદ માણશે. • દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુનમાં રોકાશે • 2015માં દક્ષિણ આફ્રિકાની ટીમ રોકાઈ હોઈ, વેલકમ બેકના પોસ્ટર લાગ્યા સયાજી હોટેલમાં ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમનું ગરબાથી તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ફૂલોની માળા પહેરાવી આવકારવામાં આવશે. ભારતીય ટીમ બ્રેકફાસ્ટમાં ગાંઠિયા-જલેબી અને સાંજે ઘૂઘરાનો સ્વાદ માણશે. લંચમાં ઢોકળીનું શાક, વઘારેલો રોટલો અને ડિનરમાં રાજસ્થાની ફૂડ ઘેવર રબડી, કૈર સાંગરી, દાલબાટી અને ઇન્દોરી ચાટનો સ્વાદ માણશે. આવતીકાલે સાંજે રાજકોટ પહોંચનારી ભારતીય ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટ પર સ્વાગત થશે. સાથે સાથે રંગીલા રાજકોટની ઓળખ એટલે ગરબા આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત પુષ્પવર્ષા અને વેલકમ ડ્રીન્કથી સ્વાગત કરવામાં આવશે. જે માટે ખેલૈયાઓ દ્વારા તડામાર પ્રેક્ટિસ કરવામાં પણ આવી રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત માટે 8માં માળે રાજસ્થાની રોયલ થીમ પરનો સ્યુટ રૂમ સજાવાયો છે. ઉપરાંત હાર્દિક પંડ્યા અને યજુવેન્દ્ર ચહલના ફોટાવાળા ખાસ પિલો પણ બનાવવામાં આવ્યા છે. ભારતની ટીમનું વેલકમ લેટરથી સ્વાગત થશે. દક્ષિણ આફ્રિકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલ ખાતે રોકવાની છે. અગાઉ પણ 2015માં આફ્રિકા ટીમ આ જ હોટલમાં રોકાઇ ચૂકી છે માટે ત્યાં પણ વેલકમ બેકના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ખાસ જે રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને જોતા સંક્રમણ ન વધે તે માટે હોટેલ સ્ટાફ દ્વારા પૂરતી કાળજી રાખવાની રહેશે. હોટેલના તમામ સ્ટાફ મેનેજર સહિત સૌ કોઇના બે વખત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી 15થી 18 જૂન ચાર દિવસ સુધી હોટેલમાં અન્ય પબ્લિક માટે રૂમ, બેંકવેટ હોલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. હોટલના મેનેજર ઉર્વીશ પુરોહિતે તૈયારી અંગે જણાવ્યું હતું કે, ભારતીય ટીમનું સ્વાગત રેડ કાર્પેટ, ફ્લાવર શાવરિંગ અને જ્યારે હોટલ અંદર પહોંચશે ત્યારે આપણી રાજકોટની સંસ્કૃતિ મુજબ ગરબાથી સ્વાગત કરવામાં આવશે. આ માટે ખેલૈયાની ટીમે રિહર્સલ કરી લીધું છે, આમ જોઇએ તો બધું જ સેટ થઈ ગયું છે. બહારથી એન્ટ્રીથી લઈ રૂમ સુધી ખેલાડીઓના કટઆઉટ લગાવવામાં આવ્યા છે. રિષભ પંત રૂમ નં.806માં રોકાશે તો તેના રૂમમાં કટઆઉટ લગાવવામાં આવ્યા છે. વેલકમ લેટરથી પણ સ્વાગત કરવામાં આવશે. કોરોનાના જે નિયમો છે તે અમે ફોલો કરીએ છીએ. ટીમ આવશે તે પહેલા તમામ સ્ટાફનો બેવાર બેવાર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો