બોલિવૂડ એક્ટરની સાતે સાથે તેમના સ્ટાર કિડ્સ પણ ચર્ચામાં રહે છે. અવાર નવાર જોવામાં આવે છે કે તે પોતાના પેરેન્ટ્સના પગલે ચાલે છે અને એક્ટિંગમાં મોટાભાગના કિડ્સ પોતાની કરિયર બનાવવાનો નિર્ણય કરે છે. એવામાં બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પોતાની એક્ટિંગનો દમ બતાવી ચુકેલા માધવનના પુત્રએ ઇન્ડસ્ટ્રીમાં જ નહી તેનાથી દૂર સ્વીમિંગમાં પોતાની કરિયર બનાવવાનું નક્કી કરી લીધુ છે. તે આ વિસ્તારમાં પિતાનું નામ બનાવી રહ્યો છે. તાજેતરમાં જ વેદાંતે સ્વીમિંગમાં નેશનલ રેકોર્ડને તોડ્યો છે. તે બાદ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
આર.માધવનના પુત્રએ નેશનલ જૂનિયર રેકોર્ડ (c) 1500 મીટર ફ્રી સ્ટાઇલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, તેને ગોલ્ડ મેડલ જીતીને ફરી એક વખત પિતા અને દેશનું માન વધાર્યુ છે. એક્ટરે પણ પુત્રની આ સિદ્ધિ વિશે સોશિયલ મીડિયા પર ફેન્સને જણાવ્યુ છે. તે વેદાંતની આ સિદ્ધિથી ઘણો ખુશ છે.
માધવને શેર કર્યો પુત્રનો વીડિયો
આર.માધવને ટ્વીટર પર પોતાના પુત્ર વેદાંતનો એક વીડિયો પણ શેર કર્યો છે. એક્ટરે વીડિયોને શેર કરવાની સાથે લખ્યુ, ક્યારેય ના ના કહો. ફ્રી સ્ટાઇલ નેશનલ જૂનિયર રેકોર્ડ તોડ્યો, તેને આ વીડિયો શેર કરવાની સાથે પુત્રને પણ ટેગ કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે તે કેટલો ઝડપથી વેદાંત સ્વીમિંગને પૂર્ણ કરી રહ્યો છે. લોકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. કોમેન્ટેટર કહે છે કે 16 મિનિટ થઇ ગઇ છે, તેને 780 મીટરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેના વીડિયોને જોયા બાદ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
વેદાંત પહેલા પણ દેશનું માન વધારી ચુક્યો છે
આ કોઇ પ્રથમ વખત નથી જ્યારે આર.માધવનના પુત્રએ દેશનું માન વધાર્યુ છે. આ પહેલા પણ તે કેટલીક વખત સ્વીમિંગમાં નામ રોશન કરી ચુક્યો છે. પહેલા પણ તેને કેટલાક રેકોર્ડ તોડ્યા છે. એપ્રિલ મહિનામાં યોજાયેલી સ્પર્ધામાં વેદાંતે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેના વિશે પણ એક્ટર માધવને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જણાવ્યુ હતુ.