ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વીટર અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટી ગયું છે. રિપોર્ટ મુજબ ધોની ટ્વીટર પર ખૂબ જ ઓછો એક્ટિવ છે, જેને કારણે કદાચ તેની બ્લૂ ટિક હટાવવામાં આવી હોય તેવું કહેવામાં આવે છે. ટ્વીટર પર ધોનીના 82 લાખ ફોલોઅર્સ છે. ધોનીએ છેલ્લે 8 જાન્યુઆરીના રોજ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરી હતી.
5 જૂને ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ અને સંઘના ઘણાં નેતાઓના પર્સનલ ટ્વીટર હેન્ડલથી બ્લૂ ટિક હટાવી દીધી હતી. જોકે વિવાદ વધતા થોડીવારમાં ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિના અકાઉન્ટમાં બ્લૂ ટિક રીસ્ટોર કરવી પડી હતી. આ મામલાને લઇ ટ્વીટરે કહ્યું હતું કે, લાંબા સમયથી અકાઉન્ટને લોગ ઈન કરવામાં આવ્યું નહોતું એ કારણે આવું થયું છે. ટ્વીટરના આ પગલાને લઇ સૂચના અને પ્રસારણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી. મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે આ પગલાને લઇ ટ્વીટર સામે કડકાઇથી પગલા લેવામાં આવશે.
તેના થોડા દિવસ પહેલા RSSના ઘણાં નેતાઓના ટ્વીટર અકાઉન્ટ્સને પણ અનવેરિફાઇડ કરવામાં આવ્યા છે. જેમાં અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ જોશી જેવા મોટા નેતા સામેલ હતા.
ઉપરાષ્ટ્રપતિના ટ્વીટર અકાઉન્ટમાંથી વેરિફિકેશન હટાવવાથી નાખુશ IT મંત્રાલયે કહ્યું હતું કે આ ટ્વીટરની ખોટી મંશા છે કે દેશના નંબર 2 ઓથોરિટીની સાથે આવું વર્તન કર્યું. તેઓ રાજકારણ કરતા ઉપર છે. તેઓ બંધારણીય પદ પર છે. શું ટ્વીટર અમેરિકાના બંધારણીય પદો પર બેઠેલા વ્યક્તિઓ સાથે આવો વ્યવહાર કરી શકે? ટ્વીટર એ જોવા માગે છે કે ભારત ક્યાં સુધી સહન કરી શકે છે.
ઉપરાષ્ટ્રપતિના ટ્વીટર અકાઉન્ટથી વેરિફિકેશન હટાવવા પર કંપનીએ કહ્યું હતું કે, 6 મહિનાથી અકાઉન્ટ એક્ટિવ નથી. 6 મહિનાથી અકાઉન્ટ લોગ ઇન થયું નથી. માટે બ્લૂ ટિક હટાવી દેવામાં આવી હતી. પણ ટ્વીટરની આ 6 મહિનાવાળી દલીલ પોકળ છે. કારણ કે ટ્વીટરે અરુણ જેટલી અને સુષમા સ્વરાજના નિધન પછી પણ તેમના અકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી નથી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268