એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં રાહુલ દ્રવિડ ધીમી બેટિંગને કારણે જાણીતો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તે ભારતની દીવાલ ગણાતો હતો. રાહુલ દ્રવિડના સમયે ટીમ ઇન્ડિયાનો ભાગ વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા બેટ્સમેન હતા. જેમાંથી દ્રવિડ એક એવો બેટ્સમેન હતો જેની શૈલી બાકી બેટ્સમેનોથી અલગ હતી. વિપક્ષી ટીમના બોલર પણ તેનાથી પરેશાન રહેતા હતા, કારણ કે સ્કોરબોર્ડ પર કોઇ હરકત નહતી થતી અને દ્રવિડ પણ આક્રમક નહતો થતો.
ધ જોન પોડકાસ્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિંદ્રા સાથે વાત કરતા દ્રવિડે કહ્યુ, જો હું પોતાની કરિયરને પાછળ ફરીને જોવુ છુ તો તે ઉર્જાને ચેનલાઇજ કરવુ એક ગેમ-ચેન્જર હતુ. હું વાસ્તવમાં પોતાની માનસિક ઉર્જાને પ્રસારિત કરવામાં સક્ષમ હતો. જ્યારે હું પોતાની રમત વિશે નથી વિચારી રહ્યો હોતો, તેની ચિંતા કરી રહ્યો હતો અને તેની પર ચિંતન કરી રહ્યો હતો ત્યારે પણ ઘણી ઉર્જા ખર્ચ કરતો હતો.
ભારતના પૂર્વ કેપ્ટન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે તેને વિરેન્દ્ર સહેવાગ અથવા સચિન તેંડુલકરની જેમ ક્યારેય પણ સ્વતંત્ર રીતે સ્કોર કરવો નથી પડ્યો પરંતુ તેને દબાણનો મુકાબલો કરવા અને પોતાના સમયના કેટલાક સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર વિરૂદ્ધ સંઘર્ષ કરવાનો પોતાનો રસ્તો શોધી લીધો. વિરેન્દ્ર સહેવાગ આક્રમક શૈલીનો હતો જ્યારે સચિન તેંડુલકર સમયે સમયે પોતાના તેવર બદલનાર બેટ્સમેન હતો. તે પરિસ્થિતિના હિસાબથી રમતો હતો.
દ્રવિડે કહ્યુ, સાચુ કહુ તો હું વીરૂ જેવો ક્યારેય બનવાનો નહતો, તેને પોતાના વ્યક્તિત્વને કારણે સ્વિચ ઓફ કરવુ ઘણુ આસાન સમજ્યુ હતુ. હું તે સ્તર સુધી ક્યારેય પહોચવાનો નહતો પરંતુ મે લાલ નિશાનને ઓળખવાનું શરૂ કર્યુ, મને અનુભવ થયો કે જ્યારે હું તેજ થઇ રહ્યો હતો. મને ખબર હતી કે મારે તેને બંધ કરવાની એક રીત શોધવાની જરૂર છે, પરંતુ તે ચીજનો માનસિક પક્ષ હતો જેની તમારે ખુદની મદદ કરવાની જરૂરત છે.
દ્રવિડે આગળ કહ્યુ, આ તમારી માટે એટલુ જ મહત્વપૂર્ણ હતુ જેટલુ જિમ અને પ્રેક્ટિસ સેશનમાં વધારાના કલાક વિતાવવા. જો તમે તે બધુ કર્યુ પરંતુ માનસિક રીતે સ્વિચ ઓફ કરવામાં અસમર્થ હતા તો તમારી પાસે રમત રમવા માટે પુરતી ઉર્જા નહી હોય. એક વખત જ્યારે મે પોતાની કરિયરમાં ત્રણ કે ચાર વર્ષને ઓળખવાના શરૂ કરી દીધા તો મે ઘણા વધુ સ્વિચ ઓફ કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો અને તેનાથી મને ઘણી મદદ પણ મળી હતી.
રાહુલ દ્રવિડ તે બે ખેલાડીઓમાં સામેલ છે જેમણે ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં 10-10 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. દ્રવિડે તેને લઇને કહ્યુ- જેમ જેમ મારી કરિયર આગળ વધી, મને અહેસાસ થયો, મે ક્યારેય પણ આવો બનવાનો નહતો જે સહેવાગની જેમ ઝડપથી સ્કોર કરી રહ્યો હોય અથવા તે હદ સુધી જેટલો સચિને કર્યુ હતુ. મને હંમેશા ધીરજની જરૂરત હતી. મને પોતાના અને બોલર વચ્ચેનો તે મુકાબલો પસંદ આવ્યો મે તેને આમને-સામનેની સ્પર્ધા બનાવવાનો પ્રયાસ કર્યો.