હાલ ક્રિકેટ જગતમાં ભારતની ટીમને સર્વોચ્ચ ટીમ ગણવામાં આવે છે.
ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન લાંબા સમય થી ખુબ જ પ્રશંસનિય રહેલ છે.
દરેક મેચમાં આપણી ક્રિકેટ ટીમના દરેક ખિલાડી પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવા કરવાનો પ્રયત્ન કરે છે.
આવા જ પ્રયત્નોને સમ્માનિત કરવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વિવિધ ઇનામો ખિલાડઓને આપવામાં આવે છે
આવો જ એક ખિતાબ છે ‘પ્લેયર ઓફ ધ મંથ’.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 13 એપ્રિલના રોજ માર્ચ મહિના દરમિયાન સૌથી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખિલાડીને આ એવોર્ડ આપવામાં આવ્યો.
આ એવોર્ડનાં વિજેતાઓને ICC દ્વારા 13 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા. જેમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પસંદગી કરવામાં આવી છે.
What a fantastic month for @BhuviOfficial 👏
We take a look at the brilliant performances that helped him win the ICC Men’s Player of the Month for March 👇#ICCPOTMhttps://t.co/Cgxy8vgRkE
— ICC (@ICC) April 13, 2021
પુરુષો તરફથી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર જ્યારે મહિલાઓ તરફ થી સાઉથ આફ્રિકાની લીઝેલ લીની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ભુવનેશ્વર કુમારને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જણાવવાનું કે ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલા ત્રણેય ફોર્મેટમાં જીત હાંસલ કરી હતી.
ભારત માટે ગૌરવની વાત કહેવાય કે આ એવોર્ડ સતત ત્રીજી વખત ભારતીય ખિલાડીને મળ્યો છે. આના પેહલા આ એવોર્ડ રવિચંદ્રન અશ્વિન અને રિષભ પંતને મળ્યો હતો.