Shantishram News, Diyodar , Gujarat
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ પર હવે વિશ્વભરની નજરો ટકેલી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનમાં ફાઇનલ મેચ રમાનારી છે. બીજી તરફ New Zealand
પણ ઇંગ્લેંડ ને ટેસ્ટ શ્રેણીમાં હરાવીને આત્મવિશ્વાસ ભરી ચૂકી છે. ભારતના ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા માને છે, બે ટેસ્ટની રમત કીવીને ફાયદાકારક રહેશે. જોકે પુજારાએ કહ્યુ, ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે. પુજારા એ કહ્યુ, ફાઇનલ પહેલા બે ટેસ્ટ મેચ રમીને, તે સ્વાભાવિક ફાયદાની સ્થિતીમાં હશે. જોકે વાત જ્યારે FInalની આવે છે તો, અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. અમને ખ્યાલ છે કે, અમારી ટીમમાં સારુ પ્રદર્શન કરવાની અને ચેમ્પિયનશીપ જીતવાની ક્ષમતા ધરાવે છે.
આગળ કહ્યુ, એટલા માટે જ અમે તેને લઇ ચિંતીત નથી, અમને તૈયારીઓ માટે જે 10-12 દિવસનો સમય મળ્યો છે. જેમાં અમે ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે એક પ્રેકટીશ મેચ રમીને અમારી પાસે ઉપલબ્ધ બાબતોનો શ્રેષ્ઠ ઉપયોગનો પ્રયાસ કરીશુ. જો અમે આ દિવસોનો યોગ્ય ઉપયોગ કરી શક્યા તો મને લાગે છે કે, અમારી ટીમ ફાઇનલમાં પડકાર માટે તૈયાર રહેશે.પુજારાએ કહ્યુ, ખેલાડીઓ માટે સૌથી વધારે પડકાર ઇંગ્લેંડના હવામાનને અનુકૂળ થવાનુ છે. અહીં એક જ દીવસમાં અલગ અલગ સ્થિતીમાં રમવુ બેટ્સમેન માટે વધારે પડકારજનક છે. કારણ કે જ્યારે વરસાદ વરસે ત્યારે તમારે મેદાનની બહાર જવુ પડે છે. ત્યારબાદ અચાનક વરસાદ રોકાઇ જાય છે અને ફરીથી રમત રમવાની
પુજારાએ આઇસીસી WTC ફાઇનલમાં માટે ક્વોલીફાઇ થવુ ભારતીય ટીમના માટે વિશેષ ઉપલબ્ધી ગણાવી છે. તેણે કહ્યુ, વ્યક્તિગત રુપે આ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે હું, ફક્ત આ એક જ ફોર્મેટને રમી રહ્યો છુ. સાથે જ ક્રિકેટમાં આ એક સૌથી વધારે પડકારજનક ફોર્મેટ છે. અહી સુધી પહોંચવા માટે અમે એક ટીમના રુપમાં ખૂબ મહેનત કરી છે. Pujara એ 85 ટેસ્ટ રમી 6244 રન કર્યા છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268