સજન પ્રકાશ બાદ ભારતીય સ્વિમર શ્રીહરિ નટરાજે પણ ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. શ્રીહરિ નટરાજે રોમમાં યોજાયેલી સૅટ્ટે કૉલી સ્વિમિંગ ટ્રોફીની ૧૦૦ મીટર બેકસ્ટ્રોકની ઈવેન્ટમાં ૫૩.૭૭ સેકન્ડનો સમય આપ્યો હતો. જેને સ્વિમિંગની સર્વોચ્ચ સંસ્થા ફિનાએ માન્યતા આપતાં શ્રીહરિએ ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મેળવી લીધો છે.
અગાઉ સજન પ્રકાશે ૨૦૦ મીટર બટરફ્લાયમાં ઓલિમ્પિક ક્વોલિફાઈંગનો એ માર્ક હાંસલ કરતાં ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે તે ભારતનો એવો સૌપ્રથમ સ્વિમર બન્યો હતો, કે જેણે ઓલિમ્પિક એ માર્ક હાંસલ કરતાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હોય.
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરી હતી. નટરાજે રવિવારે ટોકિયો ઓલિમ્પિક માટેના ‘એ‘ ક્વોલિફાઈંગ માર્ક માટે જરુરી ૫૩.૮૫ સેકન્ડના સમયની સામે ૫૩.૭૭ સેકન્ડનો સમય આપ્યો હતો. જોકે, આ ટાઈમિંગ તેણે કોઈ સ્પર્ધામાં નહીં પણ ઓલિમ્પિક માટેની ટાઈમ ટ્રાયલ્સ દરમિયાન આપ્યો હતો, જેના કારણે ફિના તેને માન્યતા આપે તો જ તેને ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મળે તેમ હતુ. ફિનાએ તેના રેકોર્ડને માન્ય રાખ્યો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268