યુરો કપમાં મંગળવારના રોજ Portugal ની પ્રથમ મેચના એક દિવસ પહેલાં સોમવારે ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક Press Conference માં ભાગ લીધો હતો.આ કોન્ફરન્સ બુડાપેસ્ટ Budapest સ્ટેડિયમમાં યોજાઈ હતી. રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાંતોસે પ્રેસ-કોન્ફરન્સ માટે પહોંચ્યો, તો કોકા કોલાની 2 બોટલ ત્યાં ટેબલ પર જ પડી હતી.યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન Cristiano Ronaldo એ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે, ન તો તેણે કોઈ કંપનીને દગો આપ્યો છે. તેણે તો ફક્ત સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ડેસ્કથી 3-4 ફૂટ દૂર મૂકી દીધી હતી, જેથી કરીને કંપનીના માથે રાતોરાત સંકટ રૂપી પહાડ તૂટી પડ્યો હતો.
WTC Final સાઉથમ્ટનમાં કેવી હશે પિચ, : જાણો
રોનાલ્ડો જે પોતાની અનુશાસિત ડાયટ માટે જાણીતો છે તે coke કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને ગુસ્સામાં આવીને તરત જ ત્યાંથી બોટલ હટાવી દીધી હતી.રોનાલ્ડોએ કોકા કોલાની બોટલને નીચે રાખ્યા પછી પોતાની પાણીની બોટલ ટેબલ પર રાખી હતી. તેણે મીડિયાના માધ્યમથી લોકોને પાણી પીવાનો સંદેશ આપ્યો હતો.આ 25 સેકન્ડની ઘટના બાદ સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાના શેરનો ભાવ ગણતરીની મિનિટોમાં ડાઉન થવાનો શરૂ થઇ ગયો હતો. જોતજોતાંમાં કંપનીના શેર 4 બિલિયન ડોલર જેટલા પડી ભાંગ્યા હતા.પ્રાપ્ત થતી માહિતી અનુસાર, યુરોપમાં બપોરે 3 વાગ્યે Stock Market ખૂલ્યું હતું, જેમાં એ સમયે કોકા કોલા કંપનીના શેરનો ભાવ 56.10 ડોલર હતો. લગભગ અડધો કલાક પછી રોનાલ્ડોની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યાર પછી ગણતરીની મિનિટમાં Coca Cola ના શેર ગગડવા લાગ્યા હતા. પ્રથમ 55.22 ડોલર સુધી ગગડ્યા બાદ સતત કોકા કોલાના Share માં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. Company ના શેરના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીને આશરે 30 હજાર કરોડ રૂપિયાનો ફટકો પણ પડ્યો છે.
કોકા કોલા 11 દેશમાં રમાઈ રહેલા UEFA યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ-કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ પ્રકારની પ્રેસ-કોન્ફરન્સ કે મેચ પછી અમે ખેલાડીઓને સોફ્ટ ડ્રિંક આપીએ છીએ. હવે આ સોફ્ટ ડ્રિંકનું સેવન કરવું કે નહીં એ તેમની અંગત પસંદ છેઆપણે સૌ જાણીએ છીએ કે રોનાલ્ડો વિશ્વના પ્રખ્યાત ફૂટબોલ પ્લેયર Player ની યાદીમાં સામેલ છે. સોશિયલ મીડિયામાં પણ તેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે, જેથી આવી પરિસ્થિતિમાં રોનાલ્ડોનો આ એક નાનો સંદેશો પણ કંપનીના ભાવિને મુશ્કેલીમાં મૂકી શકે છે.રોનાલ્ડો આટલેથી જ ન અટક્યો, તેણે મીડિયાને Water ની બોટલ દેખાડતાં કહ્યું- પાણી પીવો. રોનાલ્ડો પોતાના diat ને લઈને ઘણો જ જાગરૂક છે. તેનું ડાયટ પણ ઘણું જ સ્પેશિયલ છે. તે ફિટ રહેવા માટે એકપણ પ્રકારના એરેટેડ ડ્રિંક નથી પીતો. તેણે પોતે આ વાતનો ઉલ્લેખ ઘણી વખત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના Indian Cricket Team Captain કેપ્ટન વિરાટ કોહલી Virat Kohli અને ઘણા એથ્લીટ્સ ફિટનેસને લઈને રોનાલ્ડોને ફોલો કરે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268