જોકોવિચ વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર છે અને તેણે તેની ક્ષમતાનો પરિચય આપતી રમત દર્શાવી હતી. ફ્રેન્ચ ઓપન 2021 ની ફાઇનલ મેચમાં વિશ્વના પાંચમાં ક્રમના ગ્રીક ટેનિસ પ્લેયર સ્ટેફાનોસ સિતસિપાસ ને હરાવ્યો હતો. જોકોવિચ એ ફ્રેન્ચ ઓપનને જીતી લેવા સાથે જ 19 મી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાને નામે કર્યુ હતુ.જોકોવિચ ઓપન એરામાં તે ઓછામાં ઓછા બે વાર ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારો તે પ્રથમ ખેલાડી બની ચુક્યો છે. તેણે પોતાના ચોથા રાઉન્ડના મેચથી 18 સેટ રમ્યો હતો. ચારેય ગ્રાન્ડ સ્લેમને બે વાર જીતનારો તે ત્રીજો ખેલાડી છે. આ પહેલા રોય એમરસન અને રોડ લેવર આમ કરી ચુક્યા છે.જોકોવિચ ઓપન એરામાં તે ઓછામાં ઓછા બે વાર ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારો તે પ્રથમ ખેલાડી બની ચુક્યો છે. તેણે પોતાના ચોથા રાઉન્ડના મેચથી 18 સેટ રમ્યો હતો. ચારેય ગ્રાન્ડ સ્લેમને બે વાર જીતનારો તે ત્રીજો ખેલાડી છે.
Novak Djokovic ને સિતસિપાસ એ ફાઇનલ મેચમાં આકરો પડકાર આપ્યો હતો. બંને વચ્ચે અંતિમ સમય સુધી કાંટાની ટક્કર જામેલી રહી હતી. તેણે ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2 અને 6-4 થી હરાવી દીધો હતો. સિતસિપાસે પ્રથમ બે સેટને 7-6 અને 6-2 થી જોકોવિચને હરાવ્યો હતો. પરંતુ જોકોવિચ એ આગળના બંને સેટમાં જોરદાર વાપસી કરી હતી.ટક્કર ભરી ફાઇનલ મેચમાં ત્રીજા સેટમાં સિતસિપાસની સર્વિસ તોડીને જોકોવિચ આગળ નિકળવા સફળ રહ્યો હતો. ત્યારબાદ જોકોવિચે અંત સુધી મચક આપી નહોતી. જે અંતમાં ટાઇટલ વિજેતા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. Grandslam Tital
જીત બાદ જોકોવિચ એ કહ્યુ, મે પાછળના 48 કલાકમાં લગભગ 9 કલાક બે ચેમ્પિયન્સ સામે રમ્યો છું. શારીરિક રીતે ખૂબ પડકારભર્યુ હતુ. જોકે મને મારી કાબેલિયત પર ભરોસો હતો, મને ખ્યાલ હતો કે, હું કરી શકીશ. તેણે તેના કોચ અને ફિઝીયોનો આભાર માન્યો હતો. જોકોવિચ હવે 20માં ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી એક જ સ્ટેપ દુર છે. તે પહેલા રોજર ફેડરર અને રાફેલ નડાલ 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યા છે.કરિયરની દૃષ્ટીએ નોવાક જોકોવિચનુ આ 29 મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ મેચ હતી. જ્યારે સિતસિપાસ પ્રથમ વાર કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ મેચ રમવા માટે ઉતર્યો હતો. સિતસિપાસ એ સેમીફાઇનલમાં છઠ્ઠા ક્રમાંકના જર્મન એલેકઝાન્ડર ઝેવરેવને હરાવ્યો હતો. જ્યારે જોકોવિચ એ વિશ્વના નંબર ત્રણ ના ખેલાડી સ્પેનના રાફેલ નડાલને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268