નડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા શરૂ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપાઈનડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા શરૂ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપાઈ નડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ દ્વારા આયોજીત 11મા ખેલ મહાકુંભનો આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્ય કક્ષાના એથ્લેટીક્સની અંડર-11, અંડર-14 અને અંડર- 17ઓપન ભાઇઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા તા. 28 મે સુધી ચાલનાર છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ઓથ્લેટીક્સ એસોસીએશનના સેક્રેટરી લક્ષ્મણ કરજ ગાવકરે પ્રાસંગીક ઉદબોધનમાં જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા. અંતમાં આભારવિધિ જિલ્લા રમતગમત અધિકારી મનસુખ તાવેથીયાએ કરી હતી. આ પ્રસંગે એથ્લેટીક્સના આંતરરાષ્ટ્રીય મેડાલીસ્ટ ખેલાડી બાબુભાઇ પણુચા, ઇન્ટરનેશનલ પેરા એથ્લેટીકસ મેડલીસ્ટ ખેલાડી ગૌરીબેન પટેલ, મેનેજર, કોચ તથા રાજ્યભરમાંથી આવેલ ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો