હાલમાં સમગ્ર રાજ્યમાં ખેલમહાકુંભ સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં અલગ-અલગ જિલ્લાના રમતવીરો જોડાઈ રહ્યા છે, અને પોતાની પ્રતિભાઓ બતાવી રહ્યા છે. તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે 11 મો રાજયકક્ષા ખેલમહાકુંભ કરાટે 2022 ભાઈઓ તો મહેસાણા જિલ્લાના કડી ખાતે બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો દબદબો જોવા મળ્યો હતો. રમત-ગમત વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ કોચ જુજારસિંહ કે. વાઘેલા ના માર્ગદર્શન ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી અલગ અલગ વય જૂથમાં અને વજન ગ્રુપમાં 4 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ, 7 બ્રોન્ઝ સાથે કુલ 14 મેડલ્સ મેળવ્યા છે. તમામ ખેલાડીઓએ કરાટે સ્પર્ધામાં સારો દેખાવ કરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તમામ ખેલાડીઓને સાબરકાંઠા જિલ્લા રમત-ગમત અધિકારી (D.S.O) હર્ષાબેન ઠાકોર, આશાબેન પટેલ અને રાકેશભાઈ ચૌધરી એ ઉપરોક્ત સ્પર્ધામાં મેડલ મેળવનાર ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા
મેડલ મેળવનાર ખેલાડીઓના નામ
આચાર્ય આસ્થા. એન (ગોલ્ડ મેડલ)
મકવાણા મયા. જી. (ગોલ્ડ મેડલ)
આચાર્ય આર્યન. એન (ગોલ્ડ મેડલ)
મેણાત મિતુલ.એમ (ગોલ્ડ મેડલ)
મકવાણા તોરલ.જી (સિલ્વર મેડલ).
શર્મા વૈભવ. એ (સિલ્વર)
ઉપાધ્યાય જવાન. ડી (સિલ્વર)
મકવાણા બીજલ. જી (બ્રોન્ઝ મેડલ)
જોષી રુદ્ર. એસ (બ્રોન્ઝ મેડલ)
નાયક નિસર્ગ. એમ (બ્રોન્ઝ મેડલ).
શાહ હેત્વી. જે. (બ્રોન્ઝ મેડલ)
જોષી અક્ષત. વી (બ્રોન્ઝ મેડલ)
ચૌધરી પ્રદીપ. પી (બ્રોન્ઝ)
જોષી હર્ષિલ. એસ (બ્રોન્ઝ મેડલ)