દિલ્હી કેપિટલ્સ આઈપીએલ ના ખિતાબ ની એક પ્રબળ દાવેદાર છે તે તેણે અરબ માં સાબિત કરી બતાવ્યું. ગઈ આઈપીએલ માં બીજા સ્થાને રહી ને ભલે આઈપીએલ જીતી ન શકી પરંતુ પોતાની ક્ષમતા નું પ્રદર્શન તેણે બખૂબી કર્યું છે. આ વર્ષે પણ દિલ્હી તેટલી જ મજબૂત ટીમ તરીકે આઈપીએલ રમી શકે છે. અને જીત ને પોતાના નામે પણ કરી શકે છે. વાત કરીએ તો શ્રેયસ ઐયર ટીમ ના કેપ્ટન હતા પરંતુ તેમને ઈંગ્લેન્ડ સીરીઝ દરમિયાન થયેલી ખભા ની ઇજા ને લીધે તે આઈપીએલ રમી શકે તેમ નથી. જે થી આ વખત નું સુકાની પદ પંત ને સોંપવા માં આવ્યું છે.
જો કે પંત પ્રથમ વખત દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન થશે. પરંતુ તેઓ નો આત્મવિશ્વાસ અને ક્ષમતા તેમની ટીમ માટે અતિ ફાયદાકારક છે. પંત પર થી અનેક આશાઓ ટકેલી છે અને પંત તેને પૂરી કરવા સક્ષમ પણ છે.
વાત કરીએ દિલ્હી કેપિટલ્સ ની તો આ ટીમ પોતાની મજબૂત બેટિંગ અને આક્રામક બોલિંગ ના લીધે આઈપીએલ ની ટ્રોફી ને બધી ટીમો નું આવતા વર્ષ નું સપનું બનાવી શકે છે. પંત ને શ્રેયસ ઐયર ની ઈજા ને લીધે કેપ્ટનસી આપવા માં આવી છે.
શ્રેયસ નું ખભા નું હાડકું ઈંગ્લેન્ડ સામે ની સીરીઝ માં ખસકી ગયું હોવા થી તે રમી શકશે નહીં. દિલ્હી ને 10 એપ્રિલ એ ચેન્નાઇ ની સામે પહેલી મેચ રમવા ની છે.
દિલ્હી ની તાકત ની વાત કરીએ તો આઈપીએલ ની સૌથી સારી લાઈન અપ ધરાવતી ટીમો માં થી એક છે જેમાં પ્રથમ બેટિંગ ત્રિપુટી શિખર ધવન, પૃથ્વી શો અને અજિંક્ય રહાણે છે. ત્યાર બાદ પંત, માર્કસ સ્ટોયનીસ, શિમરોન હેટમાયર અથવા સેમ બિલિંગ આવશે. સ્ટીવ સ્મિથ ના આગમન થી બેટિંગ વધુ મજબૂત થઈ છે.
બોલિંગ ની વાત કરીએ તો આગલા સત્ર માં પરપલ કેપ ના વિજેતા કાગીસો રબાડા, એનરિક નોર્તજે, ક્રિસ વોક્સ, ઉમેશ યાદવ જેવા ધુરંધર બોલરો પણ છે.
જાણો આ રહેશે ટીમ : શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, રીષભ પંત, શિમરન હેતમેયર, માર્કસ સ્ટોઇનિસ, ક્રિસ વોક્સ, આર અશ્વિન, અક્ષર પટેલ, અમિત મિશ્રા, લલિત યાદવ, પ્રવીણ દુબે.