ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિનાએ ફાઇનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ પાક્કો કર્યો છે. તેમનો ઈરાદો પણ ગોલ્ડ મેડલ જીતવાનો છે.
ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ક્લાસ 4 ટેબલ ટેનિસની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવનાર તે પ્રથમ ભારતીય છે.
ભાવિના પટેલ ની આ પ્રથમ પેરાલિમ્પિક્સ છે અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે રમતના સૌથી મોટા મંચ પર શાનદાર કામ કર્યું છે. અમદાવાદની 34 વર્ષીય ભાવિનાએ અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર બે અને 2016 ના રિયો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના બોરીસ્લાવા પેરીચ રાન્કોવી ને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ.
તેમણે સેમિફાઇનલમાં ચીની પેડલર ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને આ સફળતા હાંસલ કરી હતી. ભાવિના પટેલ ની ફાઇનલમાં પહોંચવાની સાથે, ભારત માટે ગોલ્ડ મેડલ કન્ફર્મ છે. અને, જો સુપર ફોર્મમાં ચાલી રહેલી ભાવિના પણ ફાઇનલ જીતી જાય, તો તે ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં 5મો ગોલ્ડ મેડલ પણ અપાવશે.ભાવિનાનું લક્ષ્ય હવે ગોલ્ડ મેડલ છે, જેને જીતવા માટે તેને સંપૂર્ણ વિશ્વાસ છે. પોતાની પહેલી પેરાલિમ્પિક્સ રમી રહેલી ભાવિનાએ કહ્યું કે, ફાઇનલમાં પણ તે તેને 100 ટકા આપશે અને મેચ જીતશે. તેમણે કહ્યું કે, જ્યારે તે અહીં રમવા આવી ત્યારે પણ તે વિચારતી હતી કે માત્ર રમત પર ધ્યાન આપો અને તેને શ્રેષ્ઠ આપો. અને તે આજ સુધી તે જ કરી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268