મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. 10 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેઇમ્સ 2021માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ– મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલિમ્પિક -2020 રમતો આ વર્ષે તા.23મી જુલાઇ 2021થી તા. 8 ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. 24 ઓગસ્ટથી તા. 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.
ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે. તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268