ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ભારતીય વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે અનુક્રમે ૧૪૬ અને ૫૭ રનની ઈનિંગ રમતાં પાંચ સ્થાનની છલાંગ સાથે પાંચમો ક્રમ મેળવી લીધો હતો. આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં પંત અગાઉ ૧૦માં સ્થાને હતો. એજબેસ્ટોન ટેસ્ટ બાદ હવે તે પાંચમા ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે રોહિત શર્મા એક સ્થાનની પડતી છતાં ટોપ-૧૦માં સ્થાન જાળવવામાં સફળ રહ્યો છે. તે નવમા ક્રમે છે. જ્યારે કોહલી ટોપ-૧૦માંથી બહાર ફેંકાયો છે. તે ચાર સ્થાનની પડતી સાથે ૧૩માં સ્થાને આવી ગયો છે. વિલિયમસન, ખ્વાજા, કરૃણારત્ને પણ એક-એક સ્થાનની પડતી સાથે અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે આવી ગયા હતા. આઇસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો રુટ ટોચ પર યથાવત્ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો લાબુશૅન બીજા અને સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને છે. જ્યારે પાકિસ્તાનનો બાબર ચોથા ક્રમે છે. ટોપ ફોરના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ઈંગ્લેન્ડના બેરસ્ટોના રેન્કમાં ૧૧ સ્થાનનો સુધારો થયો હતો. હવે તે ૧૦માં ક્રમે આવી પહોંચ્યો હતો. ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં અશ્વિન અને બુમરાહે ટોચના બે સ્થાન જાળવી રાખ્યા હતા. જ્યારે અશ્વિને ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં ટોચનું સ્થાન જાળવ્યું હતુ. જોકે ટેસ્ટ બોલર્સમાં ટોપ-૧૦માં એકમાત્ર ફેરફાર થયો હતો. એન્ડરસન જેમીસનને પાછળ ધકેલીને છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો.જ્યારે ઓલરાઉન્ડર્સના ટોપ-૧૦ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નહતો.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો