ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્રત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૮મી ફ્રેબ્રુઆરી થી તા. ૨૯મી મે, ૨૦૨૨ સુધી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહાકુંભ શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા, મહાનગરપાલિકા, ઝોન (ટીમ રમત) તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઇ હતી.
આ ખેલમહાકુંભ-૨૦૨૨ જીલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય (વ્યક્તિગત તથા ટીમ રમતો) માં જે વિજેતા થયેલ છે તેવા ઈનામને પાત્રતા ધરાવતા ખેલાડીઓએ રોકડ પુરસ્કારના ફોર્મ ભરેલ ન હોય તેવા ખેલાડીઓએ તા ૦૮ જુલાઈ સવારે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ‘સી’ વિંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. સમયમર્યાદાબાદ આવેલ રોકડ પુરસ્કાર ફોર્મની વિગતો ધ્યાનમાં લેવામાં આવશે નહિં. જેની જવાબદારી વિજેતા ખેલાડી, ટીમ, શાળા, સંસ્થાની રહેશે, જેની નોંઘ લેવા જિલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગરે જણાવ્યું છે.
ખેલમહાકુંભથી રાજયોના યુવાનોને નવું પ્લેટફોર્મ મળી રહે છે તેમજ ગુજરાતમાં ખેલકુદને અલગ નજરથી જોવાઇ રહ્યો છે