ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર આખા ભારતની નજર છે. ટીમ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ કરવામાં આવેલી ક્રિકેટ ઇવેન્ટમાં દેશ માટે ગોલ્ડ મેળવવાના ઇરાદે ઉતરશે. કોમનવેલ્થ માટે બર્મિઘહામમાં રમાનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના છ સભ્યોને હજુ સુધી વિઝા મળ્યા નથી. ટીમના આ રમત માટે રવાના થવામાં હવે થોડો સમય જ બાકી છે.
મહિલા ક્રિકેટ ટીમ બર્મિઘમ રમતમાં પ્રથમ વખત રમવા માટે ઉતરશે. ભારતીય ક્રિકેટ ટીમ તેની માટે બેંગલુરૂમાં ટ્રેનિંગ કરી રહી છે અને તેને બર્મિઘહામ માટે રવિવારે રવાના થવાનું છે. વીઝા ના મળવાને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના સંપર્કમાં છે.
IOAના સૂત્રએ કહ્યુ, કેટલાક વીઝા શુક્રવારે આવ્યા છે પરંતુ હજુ પણ છ લોકોના વીઝા આવવાના બાકી છે જેમાં ત્રણ ક્રિકેટર અને ત્રણ સહાયક સ્ટાફ છે. બાકીના વીઝા શનિવારે આવશે. ગરમીની ભીડને કારણે બ્રિટનના વીઝા મળવામાં મોડુ થઇ રહ્યુ છે. ભારતના પ્રમુખ રાજેશ ભંડારીને તેમના વીઝા મળી ગયા છે પરંતુ ઉપ પ્રમુખ પ્રશાંત કુશવાહાને વીઝા મળ્યા નથી.
ભારતીય ક્રિકેટ ટીમની મુખ્ય ખેલાડી વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મીડિયા સાથે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના અનુભવને શેર કર્યો હતો. સ્મૃતિ મંધાનાએ જણાવ્યુ કે ટીમ અહી ગોલ્ડ જીતવા આવી છે. તે દરેક સ્થિતિમાં પ્રથમ સ્થાન મેળવીને જ રહેશે. પોડિયમ પર ઉભુ થવુ ટીમનું લક્ષ્ય નથી કારણ કે જ્યારે તમે પ્રથમ સ્થાને આવો છો તો તિરંગો લહેરાવવામાં આવે છે અને રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. આ અનુભવથી મોટુ કોઇ નથી હોઇ શકતુ.
24 વર્ષ પછી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી
કોમનવેલ્થ ગેમ્સમાં 24 વર્ષ પછી ક્રિકેટની વાપસી થઇ છે. આ પહેલા મેન્સ ક્રિકેટરે આ રમતમાં ભાગ લીધો હતો. કોમનવેલ્થ ગેમ્સની રમતમાં અત્યાર સુધી માત્ર એક વખત 1998માં કુઆલાલમ્પુરમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી હતી.