ભારત અને આયરલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ આજે ડબલિનમાં રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડિયાનો પ્રયાસ આ મુકાબલાને જીતીને સીરિઝ પર કબજો કરવાનો હશે. આ મેચમાં ફાસ્ટ બોલર ઉમરાન મલિક પર ફેન્સની નજર રહેશે, જેને વધુ એક તક મળવાની આશા છે. કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલા જ કહી ચુક્યો છે કે ઉમરાન જૂના બોલથી સારી બોલિંગ કરે છે.રુતૂરાજ ઇજાગ્રસ્તઇજાને કારણે રૂતૂરાજ ગાયકવાડ બેટિંગ કરી શક્યો નહતો. રુતૂરાજ ફિટ ના થવાની સ્થિતિમાં પ્લેઇંગ ઇલેવનમાં કોઇ બદલાવ થઇ શકે છે.
ભૂવનેશ્વર કુમારે પ્રથમ મેચમાં આયરલેન્ડના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તે આ ફોર્મને બીજી મેચમાં પણ યથાવત રાખવા માંગશે. જોકે, અવેશ ખાન ડેથ ઓવરમાં અપેક્ષાના અનુરૂપ પ્રદર્શન કરી શક્યો નહતો અને તે તેમાં સુધારો કરવા માંગશે.બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનભારત- ઇશાન કિશન, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાનઆયરલેન્ડ- પોલ સ્ટર્લિગ, એન્ડ્યૂ બાલબર્ની (કેપ્ટન), ગેરેથ ડેલાની, લોર્કન ટકર, હેરી ટેક્ટર, જોર્જ ડૉકરેલ, એંડી મેકબ્રાયન, માર્ક અડાયર, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ, કોનોર ઓલ્ફર્ટ.