ઇન્ડીયન પ્રિમિયર લીગ પર કોરોના વાયરસનો ખતરો મંડરાવવા લાગ્યો છે. લીગ હાલમાં શરુ પણ નથી થઇ ત્યા એ પહેલા જ વાનખેડે સ્ટેડિયમમાં કોરોના વાયરસથી 8 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં IPL ની 14મી સિઝનની 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલ વચ્ચે કરવામાં આવનાર છે. આ વખતે આઇપીએલની શરુઆત 9મી એપ્રિલ થી ચેન્નાઇથી કરવામાં આવનાર છે.
રિપોર્ટમાં દર્શાવાયુ છે કે, પાછલા સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય ગ્રાઉન્ડ કર્મચારીઓની પહેલી એપ્રીલ એ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. હાલમાં કોરોના પોઝિટીવ આવવાની ઘટનાને લઇને તે માટે લેવામાં આવી રહેલા પગલાઓની જાણકારી મેળવવામા આવી રહી છે. કોરોના વાયરસનો નવો વિસ્ફોટ IPL ની 14 મી સિઝન શરુ થવાના એક સપ્તાહ અગાઉ જ થયો છે. જેની ઉદઘાટન મેચ ચેન્નાઇમાં રમાનારી છે.