હર્ષલ પટેલની ચુસ્ત બોલિંગ (૫ વિકેટ) બાદ એબી ડી વિલિયર્સના ૪૮ અને ગ્લેન મેક્સવેલના ૩૯ રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-૧૪ની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૨ વિકેટે વિજય મેળવ્યો છે.
મુંબઈએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા.
જવાબમાં બેંગલોરે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૦ રન બનાવી લીધા હતા.
બેંગલોરે જીત સાથે આઈપીએલની શરૂઆત કરી છે. આ મેચનો હીરો ડિવિલિયર્સ રહ્યો હતો.
એબી ડિવિલિયર્સે સૌથી વધારે ૨૮ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ ૨૯ બોલમાં ૪ ફોરની મદદથી ૩૩ રન કર્યા હતા.
કોહલી અને ગ્લેન મેક્સવેલે ત્રીજી વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી હતી.
ગ્લેન મેક્સવેલ ૩૯ રન કર્યા હતા.
મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ અને માર્કો જાનસેને ૨-૨ વિકેટ ઝડપી હતી.
ઈન્ડિયન પ્રમિયર લીગની ૧૪ સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૧૫૯ રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે ૧૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.
મુંબઈ તરફથી ક્રિસ લિને સૌથી વધુ ૪૯ રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે ૩૧, ઈશાન કિશને ૨૮ રન બનાવ્યા હતા.
બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે પાંચ વિકેટ ઝડપી હતી.
જ્યારે જેમિસન અને સુંદરને ૧-૧ સફળતા મળી હતી.
હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં એક પણ રન ન આપ્યો અને ત્રણ વિકેટ ઝડપી હતી.