અમદાવાદ શહેરમાં મોટેરા સ્થિત નરેદ્ર મોદી સ્ટેડિયમમાં IPLની બે મહત્વની મેચ હોવાથી આખા શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ઈન્ડિન પ્રીમિયર લીગની બે મેચ અમદાવાદમાં રમવાની હોવાથી ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ ટિકિટોનું વેચાણ થઇ ગયું છે અને ટિકિટોના કાળાબજાર થવાનું શરુ થઇ ગયું છે.અમદાવાદમાં IPL ક્વોલિફાયર-2 27મી ના રોજ રમાશે જયારે 29મી એ સુપર સન્ડેના રોજ ફાઇનલ રમાનાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નિહાળવા હાજર રહેવાના હોય પોલીસ તંત્ર સજ્જ રહશે અને ઝેડ પ્લસ સુરક્ષાનો ઈંતઝામ રાખવામાં આવશે. અમદાવાદ મોટેરા સ્થિત નરેંદ્રા મોદી સ્ટેડિયમમાં 27 અને 29ના મેચ રમવાની હોય મેચ જોવા માટે ક્રિકેટ શોખીનોમાં ખુજ ઉત્સાહ છે.ડબલ ભાવમાં વેચાઈ રહી છે ટિકિટો5 હજાર જેટલા બુકીઓએ મેચની 50 હજાર જેટલી ટિકિટો લઈને કાળાબજાર કરવાનું ચાલુ કરી દીધું છે. જેને લીધે રૂ 500ની ટિકિટના 1000 રૂ 1000 ની ટિકિટના 2000 અને અન્ય મોંઘી ટિટિકોના પણ ડબલ ભાવ વસુલવામાં આવી રહ્યા છે.પોલીસનો ચુસ્ત બંદોબસ્તઇન્ડિયન પ્રીમિયર લીગની બે મેચ અમદાવાદમાં હોવાથી ક્રિકેટરોનો કાફલો અમદાવાદ આવશે તો બીજી તરફ અનેક વીવીઆઈપી લોકો મેચ જોવા જવાના હોવાથી પોલીસ દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો