Vastu Tips: ઘરમાં રહેલ છોડથી વાતાવરણ સારું અને સકારાત્મક રહે છે. મોટાભાગના લોકો ઘરમાં છોડ લગાવે છે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર અનેક છોડ એવા છે, જે ચમત્કારિક લાભ પ્રદાન કરે છે. ઘરમાં રાખેલ આ છોડ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં રાખેલ છોડ નકારાત્મક ઊર્જા દૂર કરે છે. કેટલાક છોડથી ઘરની આર્થિક પરિસ્થિતિ પર સારી અસર થાય છે, અને વાસ્તુદોષ દૂર થાય છે. ઘરમાં આ છોડ લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ઘરમાં આ છોડ જરૂરથી લગાવવા જોઈએ
તુલસીનો છોડ-
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને આર્થિક સમસ્યા દૂર થાય છે. ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પોઝિટીવ એનર્જીનો સંચાર થાય છે. આ છોડથી ઘરને ખરાબ નજર લાગતી નથી. તુલસીનો છોડ હંમેશા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તુલસી બાલ્કનીમાં ઉત્તર-પૂર્વ દિશા અથવા બારી પાસે પણ મુકી શકાય છે.
કેળનો છોડ
કેળનો છોડ લગાવવો તે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર પાસે બિલીપત્રનું ઝાડ અને ઘરની પાછળ કેળનો છોડ લગાવવાથી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે. ઘરમાં પૈસાનું આગમન થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. આ પ્રકારે કરવાથી અટકેલુ ધન પરત મળી શકે છે.
શમીનો છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શમીનો છોડ લગાવવાથી આર્થિક પરિસ્થિતમાં સુધારો થાય છે. આ છોડ યોગ્ય દિશામાં લગાવવાથી પૈસાની તંગી થતી નથી. ઘરના મુખ્ય દ્વાર પર ડાબી તરફ આ છોડ લગાવવો તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘરના સભ્યો પર તેમની વિશેષ કૃપા રહે છે.