Vastu Tips: દરેક જણ એવું ઈચ્છે છે કે, તેનું વોલેટ હંમેશા પૈસાથી ભરેલું રહે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યાનુસાર, કેટલીક વસ્તુઓ પાકિટમાં રાખવાથી તેમાં પૈસા ટકતા નથી. તેથી જ્યોતિષી સત્યનારાયણ શર્માએ પર્સમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ એ અંગે માહિતી આપી છે.
પૈસા એ એક મહત્વપૂર્ણ સંસાધન છે, જે આપણા જીવનમાં સુખ, સંતોષ અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. પરંતુ ઘણી વખત લોકો વિચાર્યા વગર કેટલીક વસ્તુઓ પોતાના પર્સમાં રાખીને પૈસા જોખમમાં મૂકે છે. જેના કારણે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. પર્સમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ એ અંગે માહિતી આપી છે.
મૃતક સંબંધીઓના ફોટોગ્રાફ્સ
ઘણીવાર લોકો તેમના મૃત માતા-પિતા, દાદા-દાદી, માતા-પિતાના ફોટા પર્સમાં રાખવાની ભૂલ કરે છે, જેના કારણે નકારાત્મક અસર થાય છે. પર્સમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જેના કારણે પૈસા મળવામાં અડચણ આવે છે. આ સિવાય તે પ્રતિકૂળ ઘટનાઓને પણ આકર્ષિત કરી શકે છે, જે વ્યક્તિને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકી શકે છે.
જુના બીલ અને ટીકીટ
ઘણી વખત ખરીદી કરતી વખતે આપણે ખર્ચાનો હિસાબ રાખવા માટે આપણા પર્સમાં ખાવા-પીવા અને કપડાના જુના બીલ રાખીએ છીએ અને પર્સમાં લાંબા સમય સુધી બીલ પડવાને કારણે પૈસામાં અવરોધ આવી જાય છે. અને પૈસાનો પ્રવાહ અટકી જાય છે.
પર્સમાં દેવી-દેવતાઓની તસવીરો
કેટલાક લોકો પોતાની આસ્થા અને ભાવનાઓને ધ્યાનમાં રાખીને પર્સમાં દેવી-દેવતાઓની તસવીરો રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં દેવી-દેવતાઓની તસવીર રાખવાથી દેવી-દેવતાઓ નારાજ થાય છે. જેથી તેઓ તમારા કામમાં બરકત આવવા દેતા નથી. પરિણામે ધન-સંપત્તિમાં વધારો થતો નથી.
ચાવીઓ પર્સમાં રાખવી
પર્સમાં ચાવી રાખવી એ અશુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે તેનાથી વાહન ચોરી થવાનો ખતરો વધી જાય છે, તેથી ચાવી હંમેશા સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ.
સંપત્તિ વધારવા માટે તમે તમારી પત્નીની તસવીર પર્સમાં રાખી શકો છો, કારણ કે તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તમારી પત્નીની તસવીર રાખવાથી સકારાત્મક અસર મળે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય ગુરુવારે પર્સમાં એક લકી સિક્કો, એક કપૂર, સાત એલચી અને સાત લવિંગ રાખવાથી સકારાત્મક અસર થાય છે અને દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે.