Vastu Tips
Home Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષોને કારણે વ્યક્તિનું જીવન અવ્યવસ્થિત થઈ જાય છે. પરિવારના સભ્યોને આર્થિક અને માનસિક સમસ્યાઓથી લઈને વિવિધ રોગોનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ વાસ્તુ દોષના મુખ્ય પરિબળો વિશે.
Home Vastu
કપડાં, વાસણો, દવાઓ અને Wi-Fi રાઉટર વગેરે બધી સામાન્ય વસ્તુઓ છે. જે દરેક ઘરમાં હાજર હોય છે. પરંતુ આ વસ્તુઓને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ન રાખવાથી પણ વ્યક્તિની સમસ્યાઓ વધી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં હાજર નાની નાની વસ્તુઓની પણ સાચી દિશા સમજાવવામાં આવી છે. આજે અમે તમને તે 6 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યક્તિને રાજામાંથી ગરીબમાં બદલી શકે છે.
નળમાંથી ટપકતું પાણી
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં નળમાંથી પાણી ટપકતું રહે છે. ધનની દેવી લક્ષ્મી એ ઘરમાં ક્યારેય વાસ કરતી નથી. આ સિવાય પરિવારના સભ્યોની કુંડળીમાં ચંદ્ર ભગવાનની સ્થિતિ નબળી રહે છે, જેના કારણે તણાવ રહે છે.
પાવર અને ફોન વાયર
ઘરમાં ક્યાંય પણ વીજળીના વાયર ખુલ્લા ન રાખવા જોઈએ. આને હંમેશા ક્રમમાં રાખવા જોઈએ. નહિંતર, આ કુંડળીમાં મંગળની સ્થિતિને નબળી બનાવે છે, જેના કારણે રક્ત સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આ સિવાય પૈસાની તંગીનો પણ સામનો કરવો પડે છે. વિજળીના વાયરો સિવાય ઘરમાં ખામીયુક્ત ફોન કે લેપટોપના વાયરો રાખવાથી રાહુ બગડે છે જેનાથી યાદશક્તિ નબળી પડે છે. ઘરમાં પરેશાની રહે છે અને આળસ વધે છે.
Wi-Fi રાઉટર
વાઈ-ફાઈ રાઉટરને બેડ પાસે ન રાખવું જોઈએ. જેના કારણે પરિવારના સભ્યોની તબિયત બગડે છે અને આર્થિક સ્થિતિ પણ મજબુત રહેતી નથી.
દવાઓ
બેડસાઇડ ટેબલમાં દવાઓ ન રાખવી જોઈએ. આના કારણે તમારા ઘરમાં હંમેશા રોગોનો વાસ રહેશે અને તમે માનસિક રીતે પરેશાન રહેશો.
તૂટેલા વાસણો
તૂટેલા વાસણો ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. તેનાથી પરિવારમાં ગરીબી આવે છે. આ સિવાય પરિવારના સભ્યોને પણ પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.
વેરવિખેર કપડાં
જો તમારા ઘરમાં હંમેશા કપડા વિખરાયેલા રહે છે, તો તેનાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડી જાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શુક્ર નબળો હોય છે તે લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આ સિવાય શુગરની સમસ્યા થવાની પણ શક્યતા છે.