હિન્દુ ધર્મમાં નવરાત્રી ( Navratri 2024 ) ને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આદ્યાશક્તિના ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના અને ઉપવાસ કરીને પર્વને મનાવે છે. રાત્રે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે. નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દસમા દિવસે એટલે કે દશેરાએ હવન કરવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં તમે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા પોતાના મિત્રો અને સંબંધીઓને ખાસ અંદાજમાં નવરાત્રી પર્વની શુભેચ્છા આપી શકો છો. ( Happy Navratri 2024 Wishes In Gujarati ) જોઈ લો કયા-કયા મેસેજ તમે મોકલી શકો છો..
નવ કલ્પના
નવ જ્યોત્સના
નવ શક્તિ
નવ આરાધના
નવરાત્રીના પાવન પર્વ પર પૂરી થાય તમારી બધી જ મનોકામના
માતાનો તહેવાર આવે છે,
હજારો ખુશીઓ લાવે છે,
આ વખતે માતા તમને તે બધું આપે,
જે તમારું દિલ ઈચ્છે છે,
Happy Navratri 2024 ( Navratri 2024 Quotes in Gujarati )
સિંહ પર સવારી કરીને, ખુશીઓનું વરદાન લઈને,
હવે દરેક ઘરમાં બિરાજી અંબે માતા, આપણા સૌની જગદંબે માતા.
Happy Navratri 2024
માતા દુર્ગા આવી તમારા દ્વારે
કરીને 16 શૃંગાર,
તમારા જીવનમાં ન આવે ક્યારેય હાર
હંમેશા ખુશ રહે તમારો આ પરિવાર
Happy Navratri 2024
થઈ જાઓ તૈયાર, માતા અંબે આવવાની છે,
સજાવી લો દરબાર, માતા અંબે આવવાની છે,
તન, મન અને જીવન થઈ જશે પાવન,
માતાના પગલાંના અવાજથી ગુંજી ઉઠશે આંગણું,
Happy Navratri 2024
માતા રાણી વરદાન આ આપજો અમને
થોડો પ્રેમ આપજો અમને,
તારા ચરણોમાં પસાર થાય આ સમગ્ર જીવન
બસ આજ આશીર્વાદ આપજો અમને.
Happy Navratri 2024
સર્વ મંગલ માંગલ્યે,
શિવે સર્વાર્થ સાધિકે,
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી
નારાયણી નમોસ્તુતે
હેપી નવરાત્રી 2024 ( Happy Navratri Whatsapp Status In Gujarati )
લક્ષ્મીનો હાથ હોય,
સરસ્વતીનો સાથ હોય,
ગણેશનો નિવાસ હોય,
અને મા દુ્ર્ગાના આશીર્વાદથી
તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ હોય..
હેપી નવરાત્રી 2024
સારા કર્મો કરી કર્મોનું ફળ મળે છે
ભક્તિ કરીને માતાજીના આશીર્વાદ પણ ફળે જ છે
નવરાત્રીના પાવન અવસરની શુભકામના
સાથિયા પૂરાઈ રહ્યા છે અને માતાજી આવી રહ્યા છે
ભક્તો તેમની વાટ જોઈ રહ્યા છે ને ખેલૈયાઓ ગરબા લઈ રહ્યા છે
નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે તેવી શુભેચ્છા
આ પણ વાંચો – આ વર્ષે ધનતેરસ ક્યારે છે? જાણો પૂજાનો સમય અને નિયમો