kevda trij wishes : કેવડાત્રીજ સુહાગનુ શુભ પર્વ છે. પતિના લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે કેવડા ત્રીજનું વ્રત સૌભાગ્યવતી મહિલાઓ રાખે છે. માતા પાર્વતીની જેમ જ કુંવારી કન્યાઓ પણ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ માટે કેવડા ત્રીજનું વ્રત રાખી શકે છે. આ નિર્જલા વ્રત હોય છે, જે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ત્રીજે રાખવામાં આવે છે. આ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં થાય છે, જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા વિધિ-વિધાન સાથે કરે છે.
રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે. પણ, ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પએ બ્રહ્માજીના જૂઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો. પરંતુ, વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. ત્યારે કેવડા ત્રીજ નિમિત્તે તમારા સ્નેહીજનોને મોકલી આપો આ શુભ સંદેશ.
અખંડ સુહાગનો આ શુભ પર્વ
તમને સૌભાગ્ય આપે
સુંદર સુહાના રંગ સાથે દરેક ક્ષણ તમને ખુશીઓ આપે
કેવડાત્રીજની શુભકામનાઓ..
ભાદરવા મહિનામાં પહેરીને લહેરિયો
ચમકાતી જાવ તમારી ચુંદડીયો
હરતાલિકા ત્રીજની શુભકામનાઓ
સુંદર રહે રાત સુંદર રહે દિન
મુબારક રહે તમને કેવડાત્રીજનો દિન
મેંહદી રચેલા હાથમાં બંગડીઓ
અને કંગન હોય સ્વસ્થ રહો
તમે ખુશીઓ તમારા આંગનમાં હોય
કેવડાત્રીજ પર મનમોજી પ્રીતમનો સાથ
રંગબેરંગી બંગડીઓથી સજે તમારો હાથ
કેવડાત્રીજની શુભકામનાઓ
ત્રીજ પર શિવ ગૌરીનો મળે શુભ પ્રસાદ
સદા સુહાગનનો બની રહે આશીર્વાદ
કેવડાત્રીજની શુભ કામનાઓ
કેવડાત્રીજ તમારા આંગણમાં ખુશીઓ
ફુલ વરસાવે આ શુભ પર્વ પર
તમારી દરેક કામના પૂરી થઈ જાય હેપી કેવડાત્રીજ
હર હર મહાદેવ
બમ બમ ભોલે
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
કેવડાત્રીજ વ્રતની શુભેચ્છા
આ પણ વાંચો – Shardiya Navratri 2024 Date : મૂંઝવણમાં છો કે ક્યારથી ચાલુ થશે નવરાત્રી? તો જાણી લો તારીખ