Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર પ્રાચીન ભારતનુ એક શાસ્ત્ર છે જેમાં ઘર હોય કે ઓફિસ તેના નિર્માણ વિશે વિસ્તૃતમાં માહીતી આપવામાં આવી છે.
વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતના જીવનમાં સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. જેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં ન રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. આ સિવાય દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજોને તેવી રીતે રાખવા જોઇએ જેની સાથે ભૂલ થાય તો જીવનમાંથી સુખ સમૃદ્ધનો નાશ થાય છે.
શિવલીંગ અને શાલિગ્રામ
જો તમારા ઘરમાં શીવલીંગ કે શાલિગ્રામ છે તો તેને ક્યારેય જમીન પર ન રાખવુ જોઇએ. તમારે તે વાતનુ ધ્યાન રાખવુ જોઇએ કે જો મંદિરની સાફ સફાઇ પણ થઇ રહી છે તો તેને પ્લેટ કે ઉપરના સ્થાન પર રાખો. જમીન પર રાખવાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે.
ફૂલ-માળા, શંખ અને તુલસી
પૂજા પાઠની સાથે અન્ય શુભ વસ્તુઓ જેમ કે તુલસીના પાન, કપૂર, વેગેરેને પણ જમીન પર ન રાખવા જોઇએ. જ્યારે પણ એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પૂજાની થાળી કે કોઇ ઉપરના સ્થાને રાખવુ જોઇએ જેનાથી તમે પાપના ભાગીદાર થવાથી બચશો.
કોડી અને છીપ
માતા લક્ષ્મીની પૂજામાં કોડી અને છીપનુ વિશેષ મહત્વ છે. કોડીને કુબેરનો પ્રતિનીધિ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે કોડીનો જન્મ જ માતા લક્ષ્મીની જેમ જળમાંથી થયો છે. ભૂલથી પણ કોડી કે છીપને જમીન પર રાખવા નહી
રત્ન આભૂષણ
સોનુ, ચાંદી, હીરા, મોતી વગેરે જેવા બહુમુલ્ય ધાતુઓ અને રત્નોનો સંબંધ કોઇ ને કોઇ ગ્રહ સાથે હોય છે. માટે વાસ્તુશાસ્ત્રની જો માનવામાં આવે તો તેને સીધુ જમીન પર ના રાખવુ જોઇએ. આવુ કરવાથી તેમનુ અપમાન માનવામાં આવે છે.