હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સાથે આ બધા દિવસો માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. જેમકે સોમવાર ભગવાન શિવને સમર્પિત દિવસ છે. આ દિવસે શિવજીની પૂજા કરવી જોઈએ. આ સાથે જ સોમવારે કેટલીક વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે અનાજ ખરીદવા જોઈએ નહીં. અનાજ ઉપરાંત અભ્યાસ સંબંધિત પુસ્તકો, પેન વગેરે જેવી વસ્તુઓ પણ ખરીદવી જોઈએ નહીં.
રમતગમત સંબંધિત વસ્તુઓ, નવું વાહન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખરીદવા માટે પણ સોમવારનો દિવસ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલી આ વસ્તુઓ ટકતી નથી અને અશુભ પરિણામ આપે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે ઘરમાં સફેદ વસ્તુઓ લાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. સફેદ વસ્તુઓ જેમકે ચોખા, ખાંડ વગેરે.
સોમવારે સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી ચંદ્ર બળવાન બને છે. આ સિવાય શિવલિંગ પર દૂધ ચઢાવી અને શિવજીને ખીર ચઢાવવાથી પણ શિવજીના આશીર્વાદ મળે છે.
કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તેને બળવાન બનાવવા માટે સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સોમવારે સફેદ વસ્તુઓનું સેવન કરવાથી પણ શુભ ફળ મળે છે.