અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાશે. આ દિવસે મંગળ મુહૂર્ત માં ભગવાન રામ લલ્લા મંદિરમાં બિરાજશે. રામમંદિરમાં યોજનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું.
વડાપ્રધાને ટ્વીટર પર તેમની આ આમંત્રણ ની ખુશી વર્ણવતા જણાવ્યું કે,
“આજનો દિવસ ભાવનાઓથી ભરેલો છે. હમણાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારી મને મળવા મારા નિવાસસ્થાને આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના અવસર પર અયોધ્યા આવવા માટે નિમંત્રિત કર્યો છે. હું ધન્યતા અનુભવું છું. આ મારું સૌભાગ્ય છે કે પોતાના જીવનકાળમાં આ ઐતહાસિક અવસરનો સાક્ષી બનીશ.”
આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી, કોષાધ્યક્ષ, મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને મહામંત્રી પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે ગયા હતા. અને તેમને 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા પધારીને નવા બની રહેલા મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરવાનું આમંત્રણ આપ્યું. Prime Minister Narendra Modi એ આ આમંત્રણ નો સહર્ષ સ્વીકાર કર્યો અને જણાવ્યું કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે અચૂક અયોધ્યામાં ઉપસ્થિત રહેશે.”