આજે અષાઢી બીજનાં દિવસે સુદામાનગરી જગન્નાથપુરી બની હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરનાં સુદામામંદિર નજીક આવેલા જગન્નાથજીનાં મંદિરે આજે સવારથી શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. જગન્નાથજીનાં મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યાં હતાં અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે અનિવાર્ય સંજોગોને કારણે રથયાત્રા નહીં નિકળે પરંતુ નીજ મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યાં છે. અહીં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સુદામાનગરીમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠયો હતો. અષાઢી બીજનાં દિવસે ભગવાનનાં દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. અહીં આવતાં દર્શનાર્થીઓએ ભગવાન જગન્નાથજીને પુષ્પ અને ફળ અર્પણ કર્યા હતાં. અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પોરબંદરમાં આજે વિવિધ મંદિરો ખાતે પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભગવાન જન્નાથજી ઉપરાંત રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું પણ આયોજન શહેરનાં વિવિધ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આજે અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભકિતમય માહોલ જોવા મળ્યો હતો.
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા