હાલમાં ધજાપૂજા કે અન્ય પૂજા માટે પરિવાના સભ્યો પણ જોડાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પરિવારના પાંચ સભ્યોની મર્યાદામાં પૂજા કરવાની છૂટ આપીએ છીએ. શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે સરકાર જે નિર્ણય લેશે તે પ્રમાણે અને ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જાણવા મળેલ છે.
ગુજરાતમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે શિવભક્તો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે. આગામી 20થી 25 દિવસોમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એક યાંત્રિક સિસ્ટમ કાર્યરત થવા જઈ રહી છે. આ યાંત્રિક સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે.
વિજયસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યુ હતુ કે શ્રદ્ધાળુઓ ધ્વજાપૂજા લખાવી શકશે. અને સ્વહસ્તે ધ્વજારોહણનો લહાવો લઈ શકશે. આ યાંત્રિક સિસ્ટમથી ચઢનારી ધજા ભાવિકો ખુદ જાતે જ શિખર સુધી રવાના કરશે અને ત્યાંથી આગલી ધજા ફરી મંદિર પરિસરમાં આવશે. સમગ્ર પ્રોજેકટમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ પણ સહયોગ આપી રહ્યા છે.
મહત્વનુ છે કે છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યાં છે. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિક સહપરિવાર ધ્વજપૂજા કરતાં અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268