ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૭૦૦ મણ ફણગાવેલા મગ અને ચણાનો પ્રસાદ વિતરણ કરાશે છેલ્લા બે વર્ષથી કોરોનાની સંક્રમણને કારણે ગુજરાતની બીજા નંબરની અને ભારતભરમાં ત્રીજા નંબરની ગણાતી ભગવાન શ્રી જગન્નાથજીની પાટણના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી શ્રી જગદીશ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળતી લાખોની જનમેદની સાથેની રથયાત્રા સહિતના ધાર્મિક ઉત્સવો ખૂબ જ સાદગીપૂર્ણ રીતે અને સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ ઉજવવામાં આવ્યા હતા . પરંતુ ચાલુ સાલે જગતના નાથ જગન્નાથની અસીમ કૃપા વરસતા કોરોનાની મહામારી દૂર થઈ છે . ત્યારે આગામી તારીખ ૧ લી જુલાઈ ના રોજ શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભવ્યાતિભવ્ય ભગવાન શ્રી જગન્નાથજી , ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ૧૪૦ મી રથયાત્રાને લઈને શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ સહિત ભગવાન જગન્નાથજીના ભક્તોમાં તેમજ પાટણના નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ભગવાનની રથયાત્રા ને યાદગાર બનાવવા શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓની સાથે સાથે રથયાત્રા સમિતિ દ્વારા શહેરના નાના – મોટા સૌ દાતાઓ પાસેથી દાન , ભેટ , પ્રસાદ માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે જેને શહેરીજનો તરફથી સુંદર સહિયોગ સાંપડી રહ્યો છે . છેલ્લા બે વર્ષથી કોરાનાની મહામારી નાં કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવેલ અષાઢીબીજ નાં પવૅનો ચાલુ સાલે સૌ કોઈ માં અનેરો ઉત્સાહ , ઉમંગ વ્યાપીયો છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોના
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું