કોરોનાની હાલની પરિસ્થિતિમાં મોર્ચા, આંદોલનો, ઉદ્ધાટન સમારંભોના માધ્યમે રાજકારણીઓ સેંકડોની ભીડ જમા કરે છે, તો ગણેશોત્સવ પર પ્રતિબંધ શા માટે? એવો સવાલ મુંબઈના ગણેશોત્સવ મંડળોએ કર્યો છે. ‘રાજ્યમાં આવેલ પ્રત્યેક સંકટમાં ગણેશોત્સવ મંડળે મદદનો હાથ આગળ ધર્યો છે. ગયા વર્ષે પણ મડળે મોટા પ્રમાણમાં સામાજિક ઉપક્રમો કર્યા હતા. આર્થિક સહાય આપી અને પરિસ્થિતિનું ભાન રાખી ઉત્સવ પણ સાદાઈથી ઉજવ્યો. આ વર્ષે પણ અમે નિયમ પાળવા તૈયાર છીએ, માત્ર ગણેશમૂર્તિની ઊંચાઈની શરત અમને મંજૂર નથી. સરકારે મંડળો સાથે ચર્ચા કરવી અપેક્ષિત હતી. તેમ ન થવાથી અમે ફરીવાર મુખ્યમંત્રી પાસે ચર્ચાની માગણી કરીએ છીએ‘, એવું ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળના સૂત્રોએ જણાવ્યું.
રાજ્ય સરકારના ગૃહવિભાગે ગુરુવારે ગણેશોત્સવની નિયમાવલી જાહેર કરી છે, જેમાં ગયા વર્ષના જ નિર્બંધ કાયમ રખાયા છે. જેમાં સાર્વજનિક મંડળ માટે ચાર ફૂટના નિર્બંધનો ચારેકોરથી વિરોધ થઈ રહ્યો છે. મંડળો સહિત મૂર્તિકારો, ગણેશોત્સવ સમિતિ તમામે એકમતે સરકારને નિયમોનો પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. આ સંદર્ભે લાલબાગ-પરેલ સ્થિત ગણેશોત્સવ મંડળો ભેગા થઈ મિટીંગ કરવાના હોવાનું પણ કાર્યકર્તાઓએ જણાવ્યું છે. ખાસ તો એ કે સોશિયલ મીડિયા પર મુંબઈના ગણેશોત્સવ મંડળોએ ‘ઉત્સવ નહિ તો મતદાન નહિ, મારો ગણેશોત્સવ મારી જવાબદારી‘ એવા સૂત્ર દ્વારા પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે.
સંસર્ગ ટાળવાની દ્રષ્ટિએ તમામ ઉપાયકરી ઉત્સવ ઉજવવાની તૈયારી મંડળોએ દાખવી હતી. તે સંદર્ભે ગત બે મહિનાથી સમિતિ સરકાર સાથે પત્રવ્યવહાર કરી રહી છે. તેને હજીયે કોઈ દાદ મળી નથી. ગત ૪૦ વર્ષ સમન્વય સમિતિ સરકાર અને મંડળનો સમન્વય સાધે છે. કોઈ ચર્ચા વિના આ નિર્બંધો લાગુ કરાતાં મંડળો અને મૂર્તિકારોમાં અસંતોષનું વાતાવરણ નિર્માણ થયું છે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268