Shantishram News, Diyodar, Gujarat.
પૂના નગરે જૈન ધર્મના તમામ ગચ્છ, સમુદાયો અને સંપ્રદાયો દ્વારા એક સાથે મળી સર્વોચ્ચ વય, સંયમપર્યાયી પૂજ્ય આચાર્યશ્રી દૌલતસાગરસૂરીજી મહારાજ સાહેબ ને સંઘ સ્થવિરજી પદ તા.૮ માર્ચના રોજ અર્પણ કરાયું.
આ પ્રસંગે તપાગચ્છીય પ્રવર સમિતિન કાર્યવાહક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્યશ્રી મહોદયસાગરસૂરીજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીજી મહારાજા,પૂજ્ય આચાર્ય મોક્ષરત્નસુરીજી મહારાજા, પૂ.આ. નંન્દિવર્ધન સાગરસૂરીજી મ.સા., પૂ.આ. અભયશેખર સૂરીજી મ.સા.આદિ ૧૧ જેટલા આચાર્ય ભગવંતો તથા પૂજ્ય પન્યાસ અરૂણવિજયજી મહારાજા,પૂજ્ય મૂનિશ્રી વિનમ્રસાગરજી મહારાજ સાહેબ, આદિ ગુરૂભગવંતોની ઉપસ્થિતિમાં
પદ અર્પણ કાર્યક્રમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હર્ષસાગર સૂરીજી મહારાજાના પ્રેરક માર્ગદર્શન સહ યોજાયો. ઉપસ્થિત સર્વ ગુરૂભગવંતોએ પૂજ્યશ્રી ને શાલ ઓઢાડી સન્માન કરેલ.આ પ્રસંગે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ સંવેગભાઈ તથા મોટી સખ્યામાં ગુરૂભક્તો તથા ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268