ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 1 લાખથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે સમગ્ર રથ યાત્રાના માર્ગો પર જય રણછોડ, જય જગન્નાથ ના નાદ સાથે ગૂંજી ઉઠશે મંદિર સહિત પોલીસ પ્રશાસને પણ આખરી ચરણમાં કામગીરીઓ હાથ ધરી ખેડા જિલ્લામાં આગામી અષાઢી બીજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. તાજેતરમાં થયેલા કોમી છમકલાને લઈને પોલીસ આ પર્વને લઇ અગમચેતીના ભાગરૂપે એક્શન મોડમાં ગોઠવાય ચૂકી છે. ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ રથયાત્રાનું આયોજન થનાર છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ અત્યારથી જ કમર કસી છે. પોલીસ એક્શન મોડમાં ગોઠવાઇ ગઈ છે. ડાકોરમાં 200થી વધુ વર્ષોથી નક્ષત્ર મુજબ રથયાત્રા નીકળી રહી છે જિલ્લાના ડાકોર, કપડવંજ, માતર, મહેમદાવાદ, નડિયાદ સહિત જિલ્લાના તાલુકા મથકોએ અને ગામ તળના મંદિરોમાં રથયાત્રાનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના દિવસે આ રથયાત્રાનુ વર્ષોની પરંપરા મુજબ મંદિરોમાંથી નીકળશે. આ મોટામાં મોટી રથયાત્રા યાત્રાધામ ડાકોરમાં નીકળનાર છે. 200 ઉપરાંત ના વર્ષોથી નક્ષત્ર મુજબ રથયાત્રા નીકળી રહી છે. પરંપરાગત નીકળતી આ રથયાત્રાના દર્શન કરવા ગુજરાતભરના ઠેકઠેકાણેથી શ્રદ્ધાળુઓ આવે છે. એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનનો લ્હાવો લેશે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહી તે માટે પોલીસે સહકારની અપેક્ષા રાખી છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે આ રથયાત્રાનો રંગ ફિક્કો પડયો હતો મંદિર દ્વારા આ રથયાત્રાને લઈને સમગ્ર કામગીરી અંતિમ ચરણોમાં કરાઈ રહી છે. તો બીજી બાજુ પોલીસે પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે આ રથયાત્રાનો રંગ ફિક્કો પડયો હતો પરંતુ ચાલુ વર્ષે આ રથયાત્રા ધામધૂમપૂર્વક ઉજવાશે તેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટશે. ડાકોરમાં બે રથનો ઉપયોગ કરાય છે.
Trending
- કરારના અમલીકરણની સમયમર્યાદા પૂર્ણ થઈ, ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલાઓ તીવ્ર બન્યા
- યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પ્રેક્ટિકલ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, ફેબ્રુઆરીમાં આ દિવસથી શરૂ થશે
- યુપીમાં વીજ કર્મચારીને મોટો ઝટકો આપવાની તૈયારી, વીજળી મીટર ફરજિયાત બનાવાયું
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે