રામ જન્મભૂમિથી અડીને આવેલા ફકીરે રામ મંદિર છે. મંદિરની જમીનને રામ મંદિર ટ્રસ્ટને 27 માર્ચ 2021ના રોજ ખરીદી. આ સંપત્તિને ખરીદ્યા બાદ અહીંથી વિવાદ શરૂ થયો. હવે આ મામલો ફૈઝાબાદ સિવિલ જજ સિનિયર ડિવીજનની કોર્ટમાં પહોંચી ગયો છે. કોર્ટે ચંપત રાય અને સંપત્તિ સાથે જોડાયેલા તમામ લોકો પાસે જવાબ માગ્યો છે.
રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી વધુ એક જમીન વિવાદમાં ફસાઈ છે. મામલો અયોધ્યો સિવિલ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ મામલે રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાય સહિત સંપત્તિ સાથે જોડાયેલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસ વિરાજમાન ભગવાન અને તેમના નજીકના મિત્રો સંતોષ દુબે અને સ્વામી અવિમુક્તેશ્વરનંદ તરફથી દાખલ કરવામાં આવ્યો છે.
કેસ દાખલ કરનારા સંતોષ દુબે જે ખુદ બાબરી વિદ્વંસ મામલે આરોપી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, તે ઈચ્છે છે કે, રામ મંદિર નિર્માણ થાય અને ખૂબ સારૂ થાય. કારણ કે આના માટે તેમણે બાળપણથી આખી જવાની સુધી તેમને ભોગ આપ્યો છે. ચાર ગોળીઓ ખાધી છે. તેના 17 હાડકા પણ તૂટી ગયા હતા. કેટલીય વાર જેલ ગયા છે.
આ મામલે કેસ દાખલ કરનારા પક્ષે સંપતિને વેચનારા રધુવર શરણના સ્વામિત્વના અધિકારને પડકાર આપ્યો છે. સાથે જ જમીનની રજીસ્ટ્રી રદ કરવા, દેશભરમાં મંદિરની જમીન પર રિસીવર નિયુક્ત કરવા, મંદિરને નુકસાન પહોંચાડવાની સાથે સાથે મંદિરમાં ભગવાનને નિયમીત ભોગ રાગ ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે, આ ટ્રસ્ટમાં બેઠેલા લોકો બેલગામ છે આ લોકો પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમણે કહ્યુ હતું કે, ભગવાન રામના નામ પર લૂંટ મચેલી છે. આરોપ લગાવ્યો છે કે, આ મામલે ફક્ત કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. કારણ કે સરકારમાં બેઠેલા લોકો જ ટ્રસ્ટમાં છે અને ટ્રસ્ટમાં બેઠેલા લોકો સરકારમાં છે. તેથી તેઓ કોઈને પણ સાંભળવા તૈયાર નથી. આખી અયોધ્યાને તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268