કાઉન્ટ-ડાઉન: 200 સભ્યોનું ગ્રુપ બે પેઢીથી ખેંચે છે ભગવાનનો રથ મુળ ઘોઘાના વતની ઘોઘા ભોઈ સમાજ ખેંચશે ભગવાન જગતન્નાથજીનો રથ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. મોટાભાગની તમામ તૈયારીઓ પુર્ણ થઈ ચુકી છે ત્યારે ભગવાનના રથને નગરમાં ફેરવવાની પરંપરાગત જવાબદારી ભોઈ સમાજ નિભાવી રહ્યું છે. આ વર્ષે પણ ભોઈ સમાજ ભગવાનનો રથ ખેંચી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને નગરચર્યા કરાવશે. આ માટેની તમામ તૈયારીઓ ભોઈ સમાજ દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે. જગતન્નાથપુરીમાં ભગવાનના રથ ભોઈ સમાજ દ્વારા ખેંચવામાં આવે છે તે પરંપરા પ્રમાણે ભાવનગરમાં પણ ઘોઘા-ભાવનગર રાજપુત ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને ભગવાનને નગરચર્યા કરાવવાની સેવા આપવામાં આપે છે. વર્ષ 2010થી ભાવનગરની રથયાત્રામાં રથ જોડાયો ત્યારથી આ સેવા ભોઈ સમાજ દ્વારા આપવામાં આવે છે. આ અગાઉ ભોઈ સમાજનું એક બેન્ડ હતું જેના સથવારે રથયાત્રા નિકળતી હતી. એ પછી રથ આવ્યા બાદ ભોઈ સમાજ દ્વારા પહિંન્દ વિધી બાદ તમામ સભ્યોને તિલક કર્યા પછી રથ ખેંચવાનો શરૂ કરવામાં આવે છે અને સમગ્ર રૂટમાં નિકળે છે. મુળ ઘોઘાના ગામના વતની હાલમાં ભાવનગરમાં સ્થાયી થયેલા ભોઈ સમાજના 200 સભ્યો દ્વારા સેવા આપવામાં આવે છે. 30 થી 35 સભ્યોની 5 ટીમો દ્વારા વારા ફરતી રથ ખેંચવામાં આવે છે. એક મહિનામાં 4 મીટિંગો કરી તમામ સભ્યોની અનુકુળતાઓ જાણી સમય સમગ્ર ટાઈમ ટેબલ ગોઠવવા માટે આવે છે. તેમની ટીમમાં 10 થી 50 વર્ષની વય જુથના સભ્યો છે જે રથ ખેંચવાની સેવા આપે છે. આ ટીમના ભોજનની વ્યવસ્થા રાકેશભાઈ તરફથી કરવામાં આવે છે. રથ ખેંચવાનું આ કામ કરતા સભ્યોને કોઈ શારિરીક તકલીફ પડે તો રથયાત્રાની સાથે રહેલી એમ્બ્યુલન્સમાં તેમને સારવાર આપવામાં આવે છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર