શુક્રવારે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવશે.દારુલ ઉલુમ દેવબંધ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને દેશની અનેક મસ્જિદ કમિટીઓએ આ વખતે ઈદ પર કોરોનાની ગાઇડલાઈન્સ પાલન કરવાની સલાહ આપી છે. દેવબંધે ફતવો જાહેર કર્યો છે અને કહ્યું છે કે હાલની સ્થિતિને જોતાં મસ્જિદમાં નમાઝ અદા કરવાથી વધુ યોગ્ય છે ચાશ્તની નમાઝ એટલે કે ઘરમાંથી જ નમાઝ અદા કરવી. દિલ્હીની જામા મસ્જિદનો આખો વિસ્તારને છાવણી બનાવવામાં આવ્યો છે. ચારે બાજુ પોલીસની તૈનાતી છે. બહુ ઓછા લોકોએ મસ્જિદની અંદર નમાઝ અદા કરી છે. બીજા બધા લોકોને ઘરમાં રહીને જ નમાઝ પઢવાની અપીલ કરવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એ પણ કહ્યું હતું કે ઈદ નિમિત્તે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવાની જરૂર નથી. બે નમાઝીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે અને માસ્ક પણ જરૂરથી પહેરવા માં આવે .આજની સ્થિતિમાં જો કોઈ નમાઝ અદા ન કરી શકે તો એ માફ છે. એક જગ્યાએ એકઠા થવાની જગ્યાએ અલગ-અલગ જગ્યાઓ પર નમાઝ અદા કરો. દારુલ ઉલુમે કહ્યું હતું કે મસ્જિદમાં ઈમામ અને તેમની સાથે 3 કે 4 લોકો નમાઝ અદા કરી શકે છે. મસ્જિદમાં જમાત ન થઈ શકે તો કોરોનાની હાલની સ્થિતિમાં એ માફ છે.મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે ઈસ્લામ મુજબ, હાલની સ્થિતિમાં લોકોની સ્વસ્થતા અને જીવ બચાવવો વધુ જરૂરી છે. દુકાનો પર ભીડ ભેગી ન થાય, નમાઝ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરી છે.
1. મહારાષ્ટ્ર ની ગાઈડ લાઇન્સ :મસ્જિદો અને માર્કેટમાં ભીડ એકઠી નહીં થાય
ઈદના તહેવારને ઘણી જ સાવધાનીથી મનાવવામાં આવે એવી સરકારે પોતે ગાઇડલાઈન્સ જાહેર કરી કહ્યું છે .જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી નથી. નમાઝ અદા કરવા માટે મસ્જિદ કે સાર્વજનિક સ્થળો પર ભેગા ન થાઓ. સામાન ખરીદવા માટે દુકાન નક્કી કરેલા સમય સુધી જ ખુલ્લી રહેશે અને બજારોમાં ભીડને ભેગી નહીં થવા દઈએ. ઠેલા-ખુમચાઓને રસ્તાઓ પર ઊભા રહેવામાં નહીં દેવામાં આવે. ઈદ દરમિયાન કોવિડ ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવે.
2. રાજસ્થાનની ગાઈડ લાઇન્સ: ઉલેમા પણ કલેક્ટર, એસપીની સાથે બોલ્યા- ઘરમાં જ રહો
રાજ્યના તમામ જિલ્લામાં કલેક્ટર અને એસપીએ મુસ્લિમ સમુદાયને ઈદ પર સાવધાની રાખવાની અપીલ કરી છે. ઘરમાં જ રહીને તહેવાર મનાવવામાં આવે.
3. મધ્યપ્રદેશ ની ગાઇડલાઈન્સ મુજબ થશે નમાઝ
ધાર્મિક નેતાઓએ પણ સરકાર અને પ્રશાસનની સાથે અપીલ કરી છે કે ઘરેથી જ નમાઝ અદા કરવામાં આવે. ભોપાલની વાત કરવામાં આવે તો અહીં શુક્રવારે સવારે 6ઃ15 વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવશે અને એ પણ કોરોનાની ગાઇડલાઈન્સના પાલનની સાથે. શહેર કાઝીએ અપીલ કરી છે ઈદ મુબારક કરતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાંઆવે
4. ઉત્તરપ્રદેશ ની ગાઈડ લાઇન્સ :ગળે મળવાની મંજૂરી ઈદ દરમિયાન નહીં
ઉત્તરપ્રદેશ સરકારે ગાઇડલાઈન્સમાં કહ્યું છે કે મસ્જિદમાં નમાઝ અદા કરવામાં નહીં આવે. પસંદગીના ઈદગાહ અને મસ્જિદોમાં ઈમામ સહિત 5 લોકો જ હાજર રહી શકશે. સાર્વજનિક સ્થળો પર પણ કાર્યક્રમ થશે નહીં ઈદ દરમિયાન હાથ મિલાવવાની અને ગળે મળવાની મંજૂરી નથી.
5. બિહાર ની ગાઈડ લાઇન્સ :
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં પણ ઇદની નમાઝ અદા કરવામાં આવશે. સરકાર અને પ્રશાસને મુસ્લિમોને ઘરમાં જ રહીને નમાઝ પઢવાની અને ઈદ મનાવવાની અપીલ કરી છે. રાજ્યના મુસ્લિમ ધર્મગુરુઓએ પણ કહ્યું હતું કે લોકડાઉનની ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવે.