ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા અનરાધાર વરસાદના પગલે અરવલ્લીની ગિરિમારાઓમાં વિવિધ ઝરણાઓ તેમજ ધોધ વહેવાની શરૂઆત થઈ છે ત્યારે ઈડર નજીકના ડુંગરોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેના પગલે મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટ જેવા નયન રમ્ય દ્રશ્ય હવે ઈડરમાં પણ જોવા મળે છે. સાબરકાંઠા નું ઈડર આમ તો હોટેસ્ટ સીટી તરીકે જાણીતું છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક કક્ષાએ થઈ રહેલા વરસાદના પગલે અરવલ્લીની ગીરીકંદરાઓમાં વિવિધ ઝરણા તેમજ ધોધ વહવાની શરૂઆત થઈ છે જોકે ઈડર ગઢ નજીક આવેલાં પહાડો ઉપરથી વહેતા આ ધોધ નો પ્રવાહ તેમજ દ્રશ્ય એવા તો મનમોહક છે કે કોઈપણ વ્યક્તિને ઘડીભર થંભાવી દે છે ત્યારે સતત વરસાદના પગલે વહી રહેલા આ ઝરણા તેમજ સ્થાનિક કક્ષાએ ખૂબ મહત્વના બની રહ્યા છે સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી ઈડરના વિવિધ પૌરાણિક સ્થળો સહિત ઈડર ગઢ મામલે ટ્રેકિંગ કરનારા લોકો માટે પણ આ સ્થળ ખૂબ મહત્વનું બની રહ્યું છે જોકે આજની ભાગદોડ ભરી જિંદગીમાં માનસિક તાણ દૂર કરવા માટે મેડીટેશન એકમાત્ર ઉકેલ છે ત્યારે ઈડર નજીક વહી રહેલો આ ધોધ તેમજ ઝરણાઓનો પ્રવાહ દરેક વ્યક્તિ માટે કુદરતની ગોદમાં બેસવા સમાન બની રહ્યો છે જોકે હજુ કેટલા એ લોકો આ સ્થાન થી અજાણ છે ત્યારે હાલના તબક્કે ઈડર નજીક વહેતા આ ઝરણા તેમજ ધોધ ને એક વાર જોઈ લે તો નિયમિત રુપે તેની મુલાકાત કરતો થઈ જાય તે નક્કી બાબત છે.
Trending
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે
- અમેરિકામાં TikTok પર પ્રતિબંધ, પ્લે સ્ટોર પરથી પણ એપ દૂર કરાઈ
- આંતરરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા